આખું વર્ષ ભક્તો કચ્છનાં કબરાઉ ધામમાં “માં મોગલ” ના દર્શનાર્થે આવે છે. ભક્તો માતાજીનાં આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. માં મોગલ ધામમાં માતાજીનું આસન ગ્રહણ કરવા વાળા મણિધર બાપુ એવું કહીને ભક્તોનાં દુ:ખ દુર કરે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે અને તેની સાથે જ ભક્તોનાં જીવનમાં પણ ખુબ જ આનંદની લાગણી જોવા મળે છે. જો તમને પણ “માં મોગલ” પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહિ. તમને પણ “માં મોગલ” ના આશીર્વાદ જરૂર મળશે.
ભક્તોનાં જીવનમાં જ્યારે પણ દુઃખ અને પીડા આવે છે ત્યારે તેઓ “માં મોગલ” ને જરૂર યાદ કરે છે. માં મોગલ પર વિશ્વાસ રાખીને લોકો તેમની માનતા પણ રાખે છે અને જ્યારે તેમની માનતા પુરી થાય છે ત્યારે તેઓ પોતાની માનતા પુરી કરવા માટે “માં મોગલ” ના દરબારમાં પહોંચી જાય છે. આવા અનેક કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા અને જોતા હોઈએ છીએ. આજે અમે પણ તમને “માં મોગલ” ના આવા જ એક ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ઘણા ભક્તોને માં મોગલ પર અતુટ શ્રદ્ધા છે. કચ્છનાં કબરાઉ ધામમાં બિરાજમાન “માં મોગલ” પોતાનાં દરેક ભક્તોનાં કષ્ટો અને પરેશાનીઓ દુર કરે છે અને તેમની બધી જ મનોકામના પુરી કરે છે. ખાસ વાત એ છે કે માં મોગલ નાં ધામમાં આવતા ભક્તો ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે માતાજી પાસે દોડીને આવે છે.
માં મુગલ ધામમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં માતાજીએ પોતાનાં ભક્તોની મોટામાં મોટી સમસ્યાને તરત જ દુર કરી દીધી હોય. તો ચાલો આજે અમે તમને આવા જ એક પરચા વિશે જણાવી દઈએ. ગાંધીનગરમાં રહેતી એક વૃદ્ધ મહિલાનું નામ નંદુ છે. પોતાની માનતા પુરી કરવા માટે તે કબરાઉ ધામ પહોંચી હતી. તેના કહેવા પ્રમાણે વર્ષો પહેલા તેણે પોતાની ચેઇન ગીરવે મુકી હતી પરંતુ તેની ખરાબ પરિસ્થિતિનાં કારણે તે પોતાની ગીરવે મુકેલી ચેઇન છોડાવી શક્યા નહિ.
તેને માં મોગલ પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને તેણે માં મોગલને પ્રાર્થના કરી હતી કે તે મને મારી સોનાની ચેન પાછી અપાવી દો. માં મોગલ પર રહેલી અતુટ શ્રદ્ધાનાં કારણે તેને ટુંક સમયમાં જ એક ચમત્કાર જોવા મળ્યો અને અચાનક જ તે માણસ કે જેની પાસે તેણે ચેઇન ગિરવે મુકી હતી, તે તેની પાસે આવ્યો. વૃદ્ધાને પણ વિશ્વાસ નહોતો થતો કે વર્ષો પહેલા તેણે ગિરવે મુકેલી તે ચેઇન અચાનક જ તેની પાસે પાછી આવી ગઈ છે અને આવી રીતે તેને માં મોગલનો ચમત્કાર જોવા મળ્યો.
ત્યારબાદ તે વૃદ્ધ મહિલાએ પોતાની માનતા પુરી કરવા માટે માં મુગલ ના ચરણોમાં ૨૧૦૦ રૂપિયા માનતાનાં રૂપે અર્પિત કર્યા હતાં પરંતુ મણિધર બાપુએ તેમને ૨૧૦૦ રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે અને તે તમારી શ્રદ્ધાનું ફળ છે.