ધાર્મિક રાશિફળ

આ ભક્તનાં કરોડો રૂપિયા ફસાઈ ગયાં હતાં એટલા માટે તેમણે રાખી માં મોગલ ની માનતા અને પછી થયો એવો ચમત્કાર કે…

એવું કહેવામાં આવે છે કે માં મોગલ “મોગલધામ” માં હાજરાહજુર છે. “માં મોગલ” પોતાનાં શરણમાં આવતા તમામ ભક્તોનાં મનની બધી જ પીડા સાંભળે છે. જો સાચા દિલથી “માં મોગલ” ની પુજા કરવામાં આવે તો “માં મોગલ” પોતાનાં ભક્તોના દરેક દુઃખ જરૂર દુર કરે છે. “માં મોગલે” અનેક નિ:સંતાન દંપતિઓનાં ઘરમાં બાળકો તરીકે આશીર્વાદ આપેલા છે. ગમે એવડી આફત આવી પડે હોય તો પણ “માં મોગલ” નું માત્ર નામ લેવાથી જ દરેક મુશ્કેલીઓ અને પરેશાનીઓ દુર થઈ જાય છે.

અહિયા “માં મોગલ” દર્શન કરવા આવતા તમામ ભક્તો માં મોગલ પર અતુટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. કચ્છનાં કબરાઉમાં સાક્ષાત “માં મોગલ” બિરાજમાન છે, જે પોતાનાં ભક્તોનાં તમામ દુઃખો દુર કરે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પણ પુરી કરે છે. ખાસ વાત એ છે કે, અહિયા “માં મોગલ” શરણે આવતા ભક્તો ક્યારેય ઉદાસ થઈને પાછા ફરતા નથી.

અહીં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પુરી થયા બાદ “માં મોગલ” નાં શરણમાં આવે છે. ઘણા સમયથી “મોગલધામ” માં એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે, જેમાં “માં મોગલ” સાક્ષાત બિરાજમાન હોવાનાં પુરાવા આપે છે. જો તમે પણ “માં મોગલ” માં અતુટ શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” જરૂર લખજો. તમને “માં મોગલ” ના આશીર્વાદ મળશે.

આજનાં આ લેખમાં અમે તમને નવસારીનાં એક એવા ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાં લાખો રૂપિયા કોઈ જગ્યાએ ફસાઈ ગયાં હતાં અને તેનાં કારણે તે ખુબ જ પરેશાન અને ચિંતિત રહેતા હતાં. આ માણસને માં મોગલ પર અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા હતી અને તેને માં મોગલ પર વિશ્વાસ હતો કે તેના ફસાયેલા પૈસા તેને પાછા મળશે, જેનાં માટે તેણે “માં મોગલ” ની માનતા રાખી હતી. થોડા સમય પછી તેને પોતાના ફસાયેલા પૈસા પાછા મળી ગયા તેથી તે પોતાની માનતા પુરી કરવા માટે “માં મોગલ” ની શરણમાં આવ્યો હતો. તેઓ પોતાની માનતા પુરી કરવા કચ્છ કબરાઉ સ્થિત “માં મોગલ ધામ” માં પહોંચ્યા હતાં.

ત્યારબાદ આ વ્યક્તિએ માત્ર ૫૦ હજાર રૂપિયા કે ૧ લાખ રૂપિયાની જ નહીં પરંતુ ૨ લાખ રૂપિયાની માનતા રાખી હતી અને આ માનતા પુરી કરવા માટે તેણે ૨ લાખ રૂપિયા મણિધર બાપુનાં ચરણોમાં રાખ્યા હતાં. ત્યારબાદ મણીધર બાપુએ તેમનાં ૨ લાખ રૂપિયા ભક્તને પાછા આપી દીધા અને કહ્યું કે, “માતાજીએ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે અને તમને અતુટ શ્રદ્ધા છે એટલે માતાજી હંમેશા તમારી તમામ મનોકામનાઓ પુરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *