જય શ્રી મા મોગલ.તમે સૌ જાણો છો એમ કે કોઈપણ માણસ અહીં મોગલ માતાના શરણે આવ્યો હોય અને તે ખાલી હાથે પાછો ગયો હોય તેવું બન્યું જ નથી.ભક્તો અહીં માતાજી પાસે તેમના દુઃખ અને મુશ્કેલીઓ લઈને રડતા રડતા આવે છે અને માતાજીના દર્શન કર્યા બાદ તેઓ હસતા મુખે ઘરે પરત જાય છે.મા મોગલનું તો ફક્ત સાચી શ્રદ્ધાથી નામ લેવામાત્રથી જ દુઃખ તો દૂર થઈ જાય છે.અહીં માતાજીના દર્શન કરવા માટે લોકો દૂરદૂરથી આવે છે.
તમે સાંભળ્યું હશે કે જોયું પણ હશે કે અત્યાર સુધી મા મોગલે લાખો લોકોને પરચા આપીને તેમના દુઃખ પરેશાનીઓ દૂર કરી છે.આજ સુધી કોઈ ભક્ત એવો ન હોય કે જેને માતાજીએ નિરાશ કર્યો હોય.માતાજીના આશીર્વાદથી તો અનેક લોકોના ઘરે પારણા બંધાયા છે.અનેક લોકોને વેપાર ધંધામાં સફળતા હાથ લાગી છે.
એવા અનેક લોકો છે કે જેમનો ઘર સંસાર સુખીથી ચાલતો થયો છે.અનેક લોકોને બીમારીમાંથી બહાર કાઢયા છે.તમે અહીં મંદિરમાં આવશે તો માતાજીના ગુણગાન ભક્તો રીતસરના ગાતા નજરે પડશે જેમને ડોકરોએ હાથ ઊંચા કરી લીધા હોય તેને માતાજીએ સો સો વર્ષનું આયુષ્ય આપ્યું હોય તેવા પરચા પણ છે.
વાંકાનેર ના રાજેશભાઈ તેમને માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યા હતા. તેઓએ માનતા રાખી કે તેમને રેલવેમાં નોકરી હતી તેમાં બદલી થાય તેની માનતા રાખી હતી. મા મોગલ એ તેમની માનતા પૂરી કરી ત્યારે રાજેશભાઈ મણીધર બાપુના ચરણોમાં નમન કરીને ૬૦ હજાર રૂપિયા આપ્યા.
ત્યારે મણીધર બાપુએ ₹60,000 માં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા તમે તમારી ફોઈ દીકરી અને બહેનને આપી દેજો માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય માં મોગલ.