કહેવામાં આવે છે કે મોગલ માં પોતાના ભક્તોને અવારનવાર પરચા બતાવે છે. મોગલ માં નાં પરચા પણ અપરંપાર રહેલા છે. માં મોગલનાં દર્શન કરવા માત્રથી જ ભક્તોના જીવનમાં રહેલા તમામ દુઃખ-દર્દ નો નાશ થઈ જાય છે.. માં મોગલ ને અઢારે વરણ ની માતા પણ કહેવામાં આવે છે. વળી એવી પણ લોકમાન્યતા છે કે માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી અને એટલા માટે જ ભક્તો માં મોગલ માં ઊંડી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય છે. જો તમે પણ માં મોગલ માં વિશ્વાસ ધરાવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં અને માં મોગલના આશીર્વાદ મેળવી લેજો.
જ્યારે પણ કોઈ ભક્તના જીવનમાં દુઃખ દર્દ આવે છે, તો તે માં મોગલ ને અચુક યાદ કરે છે. માં મોગલ નાં પરચા નાં એવા પણ દાખલા જોવા મળ્યા છે કે ભક્તોને ૬૦ વર્ષે પણ દીકરા આપેલા છે. માં મોગલ અત્યાર સુધી લાખો લોકોને પોતાના પરચા બતાવી ચુકેલ છે અને આજે અમે તમને આવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
માં મોગલ એવા પણ પરચા બતાવેલા છે કે લોકો પોતાના દુઃખથી પરેશાન થઈને રડતા રડતા માતાજીનાં ચરણોમાં આવેલ છે અને જ્યારે દર્શન કરીને પરત ફરે છે તો તેઓ હસતા મોઢે ઘરે પરત ફરતા હોય છે. માં મોગલનાં મંદિરો અનેક જગ્યાએ આવેલા છે અને દરેક જગ્યાએ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. માં મોગલના દર્શનાર્થે આવતા તમામ ભક્તોના જીવનમાં માતાજી સુખ અને સમૃદ્ધિ આપતા હોય છે.
માં મોગલ ફક્ત ભક્તોના ભાવ નાં ભુખ્યા છે. તેઓને રૂપિયા-પૈસા, સોના-ચાંદી કે અન્ય કોઈ દાન-દક્ષિણા ની જરૂરિયાત હોતી નથી. જો કોઈ ભક્ત સંપુર્ણ શ્રદ્ધા ભાવથી માં મોગલનાં દર્શન કરે છે તો માતાજી પોતાના ભક્તોની દરેક મનોકામના અચુક પુર્ણ કરી આપે છે. આજે અમે તમને અમારા આ લેખમાં કબરાવમાં આવેલા મોગલ ધામ વિશે વાત કરીશું, જ્યાં માં મોગલ હાજરાહજુર બિરાજમાન છે.
આ મંદિરમાં મણીધર બાપુ નામથી એક બાપુ પણ માં મોગલ ની ભક્તિ અને સેવામાં હાજર હોય છે અને જે પણ ભક્તો માં મોગલના દર્શન કરવા માટે આવે છે તે તમામ લોકોની દરેક મનોકામનાઓ પુરી થતી હોય છે. ત્યારે આવી જ એક સત્ય ઘટના સામે આવેલી છે, જેને જાણીને તમારી પણ માં મોગલ પ્રત્યેની શ્રદ્ધા અતુટ બની જશે. એક દંપતી પોતાની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના દર્શનાર્થે આવેલા હતા.
તે સમયે મંદિરમાં બિરાજમાન મણીધર બાપુએ દિવ્યાંગ દીકરીનાં મોટા-પિતાને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, “તમારે કોઈપણ જગ્યાએ તીર્થયાત્રા કરવાની જરૂરિયાત નથી. જો તમે ફક્ત પોતાની આ દિવ્યાંગ દીકરીની સેવા કરશો તો તમારી બધી જ મનોકામનાઓ પુરી થશે.” મણીધર બાપુની આ વાતથી સંબંધ થઈને દિવ્યાંગ દીકરીના માતા-પિતા હસતા મોઢે ઘરે પરત ફર્યા હતા. એટલા માટે જ કહેવામાં આવે છે કે, “જ્યાં દુનિયાનો સમાપ્ત થાય છે, ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે” તે વાત બિલકુલ હકીકત છે.