માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના ભલભલા દુઃખો દૂર થાય છે, તે માટે હજારોની સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, જે ભક્તોને માં મોગલ પર વિશ્વાસ બેસી જાય છે તે ભક્તો પર માં મોગલ કયારેય દુઃખ આવવા દેતા નથી, માં મોગલે અત્યાર સુધી લાખો કરોડો લોકોના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે.
માં મોગલે ઘણા ભક્તોના અશક્ય કામો પણ પુરા કર્યા છે, જે કોઈ ભક્ત માં મોગલના દરવાજે આવે છે તે કોઈપણ ભક્ત દુઃખી થઇને ખાલી હાથે પાછો જતો નથી, માં મોગલે ઘણા ભક્તોની માનેલી મનોકામનાઓ પણ પૂર્ણ કરી છે, હાલમાં એક મહિલા છેક માસ્કટથી પોતાની માનેલી મનોકામના પુરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચી હતી, મહિલાએ આવીને જણાવતા કહ્યું હતું.
તેમનું એક કામ હતું તે અશક્ય લાગતું હતું એટલે આખો પરિવાર માની ગયો હતો કે જીવનમાં આ કામ કયારેય પૂરું નહીં થાય, ત્યારબાદ આ મહિલાએ માં મોગલને યાદ કરીને માનતા માની, માનતા માન્યાના ચોવીસ કલાક પણ થયા ન હતા માં મોગલે તેમનું આ અશક્ય કામ પૂરું કરી દીધું તો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, ત્યારબાદ આ મહિલા તરત જ માનતા પુરી કરવા માટે છેક મસ્કટથી કબરાઉ ધામ આવી પહોંચી હતી.
ત્યાં આવીને મહિલાએ મણિધર બાપુને હાથમાં પંદર હજાર રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ કહ્યું કે તું મારી દીકરી છે અને તારું આ ધારેલું કામ થઇ ગયું છે તો તું આ રૂપિયા તું તારી દીકરીઓને આપી દેજે, માં મોગલ તારી બધી જ મનોકામનાઓ પુરી કરશે.
મણિધર બાપુ એ કહ્યું માં મોગલ પર તમે વિશ્વાસ રાખો, તમારા બધા જ કામ માં મોગલ પુરા કરશે, આથી લાખોની સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.