ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માં ના ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયા લઈ માનતા પૂર્ણ કરવા આવ્યા, પરંતુ માં મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવના ભૂખ્યા છે, તેમ મણીધર બાપુ કહે છે કે, માતાજી પર તમે રાખેલા વિશ્વાસ ફળિયો છે.
માં મોગલ ની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માં ના ભક્તોની માનતા સ્વીકારે છે. માં મોગલ ધામ આવતા શ્રદ્ધાળુ ને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે, કચ્છના કબરાઉ માં બિરાજમાન માં હાજરાહજૂર ભક્તોને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
વિશેષ વાત એ છે કે માં ના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુઃખી થઈ પાછા ગયા નથી. કચ્છના કબરાઉ માં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લાખો ભક્તો આવતા હોય છે અને માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે.
મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તોના દુઃખ દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માં પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે ત્યારે ફરી એકવાર માં મોગલ ધામે ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યા હતા.
રાજસ્થાનના જોધપુર થી મોગલ ધામ પધારેલા ભક્તનું નામ ભગતસિંહ છે, તેમની માનતા મુજબ મને એલર્જીની મોટી તકલીફ હતી જેના કારણે હું પરેશાન રહેતો હતો પછી મેં મોગલ માં ને અરજ કરી કે હે માતાજી જો તમે મારી આ તકલીફ દૂર કરી દેશો તો હું તમારા ચરણોમાં આવીને માનતા પૂરી કરીશ.
જે બાદ ભક્તોના બધા દુઃખ દૂર કરતા તેઓ મોગલ ધામ માતા પૂરી કરવા માટે આવ્યા હતા, ત્યારબાદ ભક્તિ મણીધર બાપુના ચરણોમાં 51 હજાર રૂપિયા અર્પણ કર્યા હતા. ત્યારે આ ભક્તોને મણીધર બાપુએ કહ્યું કે માતાજી એ તમારી માનતા સ્વીકારી લીધી છે અને આ પૈસા તમારી બહેન અને ફઈને આપી દેજો. તો માં રાજી થશે તેમણે કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.