દોસ્તો આજ પહેલા માતા મોગલે હજારો લોકોને પોતાના પરચા બતાવ્યા છે. આજ કારણ છે કે લાખોની સંખ્યામાં આવતા ભક્તો માતાજી પર આસ્થા અને વિશ્વાસ રાખતા હોય છે. વળી ભારત દેશની સાથે સાથે વિદેશમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે તેમના ધામે આવતા હોય છે.
મોગલ ધામના મંદિરમાં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી છતાં અવારનવાર ભક્તોને ભોજન આપવામાં આવે છે. અહીં 18 વર્ષના લોકોને આવકારવામાં આવે છે અને કોઈની સાથે પણ ઊંચનીચનો ભેદ ભેદભાવ કરવામાં આવતો નથી. માતાજીના મંદિરમાં આવતા દરેક ભક્તોના દુઃખો માતાજી હરિ લેતા હોય છે અને સુખ આપતા હોય છે.
માતાજીના પરચા અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જોકે આ જ ક્રમમાં તાજેતરમાં માતા મોગલના ધામમાં એક ચમત્કાર જોવા મળ્યો હતો, જેના સાક્ષી મંદિરમાં હાજર દરેક લોકો બન્યા હતા.
હકીકતમાં એક માતા પોતાના બીમાર દીકરાને લઈને આ મંદિરમાં આવી હતી. આ પુત્ર ઘણા સમયથી બીમાર થઈ રહ્યો હતો અને તેને કોઈપણ પ્રકારની દવા કામ લાગતી નહોતી અને તબિયત દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહી હતી. આ દીકરાની સારવાર પાછળ પરિવારના લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો અને તેની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો થયો નહોતો, જેના પછી માતા મોગલ ની આ પરિવારે માનતા રાખી હતી.
જેના પછી માતાજીના આશીર્વાદ મળતા ની સાથે જ બાળકની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો જેના પછી આ પરિવારના લોકો આ બાળકને લઈને માતા મોગલના ધામમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બીમાર દીકરો સ્વસ્થ થઈ જવાને કારણે દર્શન કરવા આવેલી મહિલાએ માતા મોગલના ધામમાં 5000 રૂપિયા અર્પણ કર્યા હતા. આ જોઈને જ માતાજીની ગાડી સંભાળતા મણીધર બાપાએ મહિલાને જે કહ્યું તે સાંભળીને ત્યાં હાજર દરેક ભક્તો ચોકી ગયા હતા.
મણીધર બાપા એ કહ્યું હતું કે માતાજીને કોઈ પણ પ્રકારના દાન ની આવશ્યકતા નથી તેઓ તો અહીં ફક્ત ભક્તોના દુઃખો દૂર કરવા માટે બેઠા છે. જો તમારો માતાજી ઉપર પૂરો ભરોસો હશે તો તમારા બધા જ દુઃખો માતાજી દૂર કરશે આટલું કહીને મણીધર બાપા એ માત્ર 51 રૂપિયા લઈને બાકીના પૈસા દીકરીને દાનમાં આપી દીધા હતા. આ દ્રશ્ય જોઈને તેઓ હાજર બધા જ ભક્તો ચોકી ગયા હતા અને માતાજીના ગુણગાન ગાવા લાગ્યા હતા.