માં મોગલના પરચા અપરંપરા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે. આજ સુધી લખો ભકતોના જીવન માં મોગલે સુધાર્યું છે. માં મોગલ તો પરમ દયાળુ છે. માં મોગલના દરબારમાં લોકો રડતા રડતા આવે છે અને અહીંથી હસતા હસતા જાય છે.
અહીં લોકો દૂર દૂરથી માનતા માનવ માટે આવે છે. કબરાઉ ધામે માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.અહીં એક યુવક ચાર તોલા સોનાની લકી અને ૫૧૦૦ રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો.
યુવકે બાપુને કહ્યું કે બાપુ મારા જીવનમાં એક સૌથી મોટું કામ અટકી રહ્યું હતું, મેં ઘણા પ્રયત્નો કર્યા કે પણ મારુ તે કામ અધૂરું જ રહ્યું તો મેં આખરે માં મોગલની માનતા લીધી કે.હે મારી માં મોગલ જો મારુ આ કામ પૂરું થઇ ગયું તો હું મણિધર બાપુને ચાર તોલા સોનાની લકી અને ૫૧૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ.
માનતા માન્યા ના થોડા જ સમયમાં તેમની તે મનોકામના પુરી થઇ ગઈ. તો યુવક અને પરિવારને વિશ્વાસ જ ના થયો તે તરત જ માં મોગલની માણેલી માનતા પુરી કરવા કબરાઉ આવી પહોંચ્યો હતો. યુવકે મણિધર બાપુને સોનાની લકી આપી.
બાપુ મારી માનતા પુરી થઇ માટે આ લકી હું તમારી માટે લાવ્યો છું. બાપુ એ કહ્યું કે આ બધુ મારી માટે માટી છે. માટે મારે કશું નથી જોઇતું તું આ લકી અને પૈસા માં તારી બેન દીકરીને આપી દેજે માં મોગલ તારી પર રાજી થશે. માં મોગલ પર વિશ્વાસ રાખો કોઈ કામ નહિ અટકે.