ભારતમાં દેવી દેવતાઓના ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે. ઘણા મંદિરોમાં ચમત્કારો પણ થતા હોય છે અને દેવી અને દેવતાઓ પોતાના હોવાનો પરચા પણ આપી રહ્યાં હોય છે. આજે અમે તમને ગુજરાતમાં આવેલ એક એવા ધામ વિશે વાત કરીશું જ્યાં દેવી શક્તિના પરચા તેના ભક્તોને અવારનવાર મળતા રહે છે.
જેને લીધે ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ આ ધામ સાથે જોડાયેલો છે. આ ધામ છે કબરાઉમાં આવેલું મોગલ ધામ. માં મોગલના દર્શન કરવા માટે અને પોતાની માનતા પૂરી કરવા માટે તેમનાં ભક્તો માં મોગલના શરણે આવી જાય છે.
વિદેશની ધરતી ઉપર પણ લોકોની આસ્થા માં મોગલ સાથે ખૂબ જ જોડાયેલી છે. એક વ્યક્તિ અમેરિકાથી પોતાની માનતા પૂરી કરવા માટે કબૂરાઉ મા માં મોગલના ધામ આવ્યો હતો. અને તેમણે કહ્યું કે સાક્ષાત માં મોગલ પ્રગટ થતા તેમની માનતા પૂર્ણ કરી હતી.
તેથી તે અમેરિકાથી મા મોગલની માનતા પૂરી કરવા માટે પોતાના દીકરાને લઈને મોગલ ધામ માનતા પુરી કરવા આવ્યો હતો. તેને માનતા મણિ હતી કે તેનું કામ જો પૂર્ણ થશે તો કબરાઉ ધામ આવીને 42 હજાર રૂપિયા માં મોગલના ચરણો મ આ ચડાવશે.
કબુરાઉમા વર્ષો થી માં મોગલની સેવા કરનાર અને સાક્ષાત બિરાજમાન મણિધર બાપુને તે વ્યક્તિએ પૈસા આપ્યા અને ત્યારબાદ મણિધર બાપુએ કહ્યું કે આ પૈસા તારી દીકરીને આપી દે જે. માં મોગલને તારા રૂપિયાની કોઈ જરૂર નથી અને માં મોગલને તારી માનતા સ્વીકારી લીધી છે અને હંમેશા માં મોગલ ઉપર વિશ્વાસ રાખજો.