મિત્રો આપણા દેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો છે અને જેમાં અનેક મંદિરો પોતાના ચમત્કારો માટે ખૂબ જ જાણીતા છે અને ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરતાં હોય છે.
આજે આપણે મંદિર વિશે જાણવા જઇ રહ્યા છીએ જે ખૂબ જ અદભુત ચમત્કારોથી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.
મિત્રો આ મંદિર રાજકોટથી ચાર કિલોમીટર જ દૂર આવેલું છે અને આ મંદિરમાં અનેક ભક્તો શનિવારના દિવસે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સાત હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાનજીનું ભવ્ય અને સુંદર મંદિર રાજકોટના ચમત્કારિક અને સ્વયંભુ હનુમાનજી મંદીરમાંનું એક છે.
તહેવારોમાં આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. લોકો આ મંદિરે રડતા રડતા આવે છે અને ખુશ થઈને ઘરે જાય છે. અહીંયા એક સાથે સાત હનુમાનજી પ્રગટ થયા હતા.
સાત હનુમાનજી પ્રગટ થયા હોવાથી આ મંદિરને સાત હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. શનિવારના દિવસે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર જામે છે.
મિત્રો ભક્તો આ મંદિરે આવીને માત્ર માથું ટેકવે છે અને દાદા તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિરે જે ભક્તો સાચી શ્રદ્ધાથી જે માંગે છે તેને તેનું ફળ અવશ્ય મળે છે.
મિત્રો હનુમાનજીનું આ મંદિર વર્ષો જૂનું છે, ભક્તો સાત હનુમાન દાદાના મંદિરે અનેક માનતાઓ લઈને આવે છે.
મિત્રો એક તેના નાના ભક્તે વિદેશમાં જવા માટે વિઝા માટે દાદાની માનતા રાખી હતી અને તેમના ભક્તોની ઈચ્છા દાદા એ પૂરી કરી અને મિત્રો આવા અનેક કિસ્સાઓ છે જેમાં ભક્તોની અનેક માન્યતાઓ દાદા પુરી કરતા હોય છે.