ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે આઇપીએલની પ્રથમ મેચ રમાઇ હતી. આ પ્રથમ મેચમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને 5 વિકેટે જીત મેળવી છે. ચેન્નાઇની ટીમને ફરી એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળી હતી. આ મેચ ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહી છે.
સમગ્ર મેચની વાત કરીએ તો ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરીને 178 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતે 19.2 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જીત મેળવી હતી. આ મેચમાં ઘણા ખેલાડીઓ ધારદાર બેટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ મેચમાં જ બાઉન્ડ્રીનો વરસાદ જોવા મળ્યો હતો. ચેન્નાઇ સુપરકિંગ્સનો આ સ્ટાર ખેલાડી ફરી એક વખત મોટી ઇનિંગ રમતો જોવા મળ્યો હતો.
પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને આ ભારતીય ખેલાડીએ વાપસી કરવાનો મોટો દાવો કર્યો છે. પ્રથમ મેચમાં તેણે 92 બનાવ્યા હતા. તેણે મેદાનની ચારે બાજુ બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમમાં એન્ટ્રી કરવાનો દાવો કર્યો છે. તે ફરી એક વખત આગામી સમયમાં ગિલ સાથે ઓપનિંગ કરતો જોવા મળે તેવી શક્યતાઓ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 4 ફોર અને 9 મોટી સિક્સર ફટકારી હતી. આવતાની સાથે જ તેણે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે ચેન્નાઇ સુપરકિંગ્સનો સ્કોર 178 રન સુધી પહોંચ્યો હતો. હાલમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. આ સિઝન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઋતુરાજ ગાયકવાડ પહેલેથી પોતાની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં તેને સ્થાન મળતું નથી પરંતુ આ સિઝનમાં સારું પ્રદર્શન કરીને તે વાપસી કરવાનો પ્રયત્ન કરશે. તે ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી શકે છે. તે ગિલ સાથે મોટી ભાગીદારી પણ કરી શકે છે. જેથી આગામી સમયમાં ભારતીય ટીમમાં તેને સ્થાન આપવામાં આવી શકે છે.
મહેન્દ્રસિંહ ધોની પણ મેચ બાદ ઋતુરાજ ગાયકવાડના વખાણ કરતો જોવા મળ્યો હતો. આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી તેઓ માટે કરિયર બનાવવાનું આ એક સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણી શકાય છે. આ સિઝનમાં તેઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં જગ્યા બનાવી શકે છે. જેથી અત્યારથી જ તેઓ પોતાનું બળ બતાવી રહ્યા છે