મિત્રો ગુજરાતમાં મોટાભાગના લોકો કિર્તીદાન ગઢવી ને ઓળખતા જશે ને માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ દેશમાં કિર્તીદાન ગઢવી ના નામનો ડંકો વાગી રહ્યો છે ત્યારે જે જે જગ્યા પર ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં કિર્તીદાન ગઢવી ડાયરાઓ કર્યા છે ત્યારે કિર્તીદાન ગઢવી ને તો ડાયરા કિંગ તરીકે ઓળખવામાં આવે છે
અને જ્યારે પણ કિર્તીદાન ગઢવી નો ડાયરો હોય છે ત્યારે લોકો દૂર દૂરથી પણ તેમનો ડાયરો જોવા માટે આવતા હોય છે.ઘણા સમય પહેલા એક કિર્તીદાન ગઢવી નો જુનો વિડીયો સામે આવ્યો હતો જેમાં કિર્તીદાન ગઢવી ખૂબ જ રડી રહ્યા હતા અને સોશિયલ મીડિયાના તમામ લોકોને જાણવાનું મન થયું હશે કે
પૈસા બાબતે લઈને તમામ બાબતે સુખાકારી ભોગવતા કિર્તીદાન ગઢવી ને એવું શું થયું હશે કે ખૂબ જ રડી રહ્યા હશે તો ચાલો જાણીએ.મિત્રો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં શ્રી રામ પારાયણ નિમિત્તે ભવ્યથી અતી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય કલાકારોમાં માયાભાઈ આહીર કિર્તીદાન ગઢવી અને ભીખુદાન ગઢવી જેવા મોટા મોટા
કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ રંગત જમાવી હતી ત્યાં તેઓ એક એવો પ્રસંગ યાદ કર્યો હતો જેથી કિર્તીદાન ગઢવી ની આંખોમાં આંસુ આવી ગયા.ભીખુદાન એ ભગવાન શ્રીરામ અને માતાના એક એવા પ્રસંગને યાદ કર્યો જેને સાંભળીને કિર્તીદાન ગઢવી ની આંખોમાં આંસુ આવી ગયા હતા અને ભીખુદાન ગઢવી સમગ્ર ડાયરાના
પ્રસંગ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે કિર્તીદાન ગઢવી પોતાનું રુદન રોકી શક્યા ન હતા અને ખૂબ જ રડતા હતા. ભીખુદાન ગઢવી ભગવાન શ્રીરામની માતાનું દુઃખ કહી રહ્યા હતા તે સાંભળીને કિર્તીદાન ગઢવી રડી રહ્યા હતા અને આંસુ રૂમાલથી લૂછી રહ્યા હતા.કિર્તીદાન ગઢવી ને રડતા જોઈને મોગલ ધામના રૂસી ચારણ એવા મણીધર બાપુએ તેમને ખોળામાં લઈને
સહન કરવા લાગ્યા અને પોતાના હાથેથી પાણી પીવડાવી. મિત્ર કિર્તીદાન ગઢવી કેવા નિખાલસ સ્વભાવના હશે કે ભગવાન શ્રીરામના આવા સરસ મજાના પ્રસંગમાં તેઓ રડવા લાગ્યા છે અને તમે વીડિયોમાં જોઈને અંદાજ લગાવી શકો છો.