મધ્યપ્રદેશ ના છીંદવાડાના સોસરમાં ભગવાન હનુમાન દાદાનું એક ભવ્ય મંદિર આવેલું છે. જામસાવાલી મંદિર જામ નદી અને સરપા નદીના સંગમ સ્થાને આવેલું છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિ દેવ પણ પ્રસન્ન થાય છે.
મંગળવાર અને શનિવરનો દિવસ હનુમાન દાદાને અર્પણ હોય છે. સરકારી દસ્તાવેજો નું માણીયે તો આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. તમને જાણીને નવાઈ લાગશેે અહીંયા આવેલી હનુમાનજી ની મૂર્તિની છાતીમાંથી પાણી નીકળે છે. હનુમાન દાદાની છાતી માંથી નીકળતા પાણી ને અહીંયા આવેલા ભક્તો પ્રસાદ તરીકે લેતા હોય છે અને અમુક ભકતો તો આ પાણી ઘરે પણ લઈ જતા હોય છે.
કહેવાય છે કે આ મંદિરમાં પ્રવેશતા ની સાથે જ ભૂત પ્રેત ભાગી જાય છે અને માણસ ને માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળે છે. એવી માન્યતા છે કે જામસાવલી મંદિરમાં દાદા ની પૂજા કરવાની સાથે અહીંના પાણીનું સેવન કરવામાં આવે તો શરીરના તમામ રોગો દૂર થાય છે.
અહીંયા રામ નવમી, હનુમાન જયંતી, ગુરૂ પૂર્ણિમા, ચૈત્ર પૂર્ણિમા ના દિવસે ભગવાન હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. હનુમાન દાદા ના મંદિરમાં ભજન અને કીર્તન સાથે ભોજન ભંડાર પણ હોય છે. મંદિરમાં હજારો ની સંખ્યામાં ભકતો આવે છે કે જાણે મેળા જેવો માહોલ હોય એવું જ લાગે.