રાશિફળ

મણીધર બાપુએ લોકોને કહ્યું કે મોગલ માં ને પ્રસન્ન બસ કરવા આટલું કરો, માં મોગલ હંમેશા રહેશે તમારા પર પ્રસન્ન…

માં કોઈ દિવસ પોતાના દીકરાને દુઃખી જોઇ શકતાં નથી, માં મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઇ શકતાં નથી. માં મોગલ પર લોકો ને ઘણી શ્રદ્ધા છે માત્ર ભારત જ નહિ, પરંતુ દેશ અને વિદેશમાં પણ માં મોગલ ના ભક્તો જોવા મળે છે.

દેશ અને વિદેશમાં વસતા લોકો પણ મા મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને પોતાની માનતાઓ પૂરી થતાની સાથે જ, મા મોગલ ના ધન્યવાદ પણ અનુભવે છે અને આશીર્વાદ પણ લે છે.

કહેવાય છે કે, માં મોગલ ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો, માં પોતાના દરેક ભક્તોની ઇચ્છા અને મનોકામનાઓ મા મોગલ જરૂર પૂરી કરે છે. એ તો અઢારે વરણની માતા કહેવાય છે. આપણે સૌ કોઈ લોકો કબરાઉ માં આવેલું માં મોગલ ધામ મંદિરથી તો પરિચિત છીએ છે, જ્યાં બિરાજમાન એવા મણીધર બાપુ પણ હાજરાહજૂર છે.

મોગલ ધામ ની અંદર માતાના દર્શનાર્થે આવતા દેશ અને વિદેશથી તેમના ભક્તો પણ તેમની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.

એવું સાંભળવામાં આવ્યું છે કે, આ મંદિરની અંદર કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી અને અહીંયા માત્ર અન્નનો જ સ્વીકાર કરવામાં આવે છે.

માં મોગલના આ ધામ ની અંદર જેટલા પણ લોકો દર્શનાર્થે આવે છે. તે સૌ કોઈ લોકો માં-મોગલ ની પ્રસાદી નો લાહવો પણ મેળવે છે. અહીંયા મા મોગલ ના ધામે મોટી સંખ્યામાં ભકતોની ભારે ભીડ જોવા મળે છે અને કોઈ લોકો માં મોગલના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.

આજે આપણે આ લેખ ની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ કે હાલ, આ મંદિરની અંદર 108 યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર માં મોગલ ની પૂજા કરવામાં આવી રહી છે.

અહીંયા માં મોગલ ના સાનિધ્ય ની અંદર મનિધર બાપુ લોકોના પંથ પદર્શક બન્યા છે. જેમણે અત્યારે આ પ્રસંગને સંબોધીને મા મોગલ ને ખુશ કરવાનો ઉપાય જણાવ્યો છે.

કબરાઉધામ બિરાજમાન એવા મણીધર બાપુએ કહ્યું હતું કે, માં મોગલ ને કોઈપણ પ્રકારની દાન અથવા તો ભેટ ની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. ત્યારે જણાવ્યું હતું કે, મા મોગલ ને રાજી કરવા માટે ગરીબ લોકો ને કપડાં કે ભોજન જમાડવાથી મા મોગલ પ્રસન્ન થશે. તેવા ઉપાય ની સાથે મણીધર બાપુ એ વાત કરી હતી.

મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે અને મા મોગલ રાજી થઈને દરેક ભક્તો ઉપર પ્રસન્ન થઈને તેમને રાજીરાજી કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *