ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલના દિવસોમાં સાઉથની ફિલ્મો ખુબ જ કમાલ બતાવી રહી છે. “બાહુબલી” થી લઈને “આરઆરઆર”, “પુષ્પા”, “કેજીએફ” જેવી બ્લોકબસ્ટર ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા, તો વળી “નાટુ નાટુ” નાં ઓસ્કાર જીત્યા બાદ દરેક તરફથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે સાઉથ ફિલ્મોની સાથો સાથ સાઉથના હીરો પણ ખુબ જ ચર્ચામાં રહે છે.
ફક્ત હીરો પોતાની ફિલ્મોની સાથો સાથ ચર્ચામાં નથી આવતા, પરંતુ સાથોસાથ તેમની પત્નીઓ પણ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. આજે અમે તમને જણાવીશું સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમુક એવા અભિનેતાઓની પત્નીઓ વિશે જે દેખાવમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કરતા અનેક ગણી વધારે સુંદર છે.
સૌથી પહેલા વાત કરવામાં આવે સાઉથ ઇન્ડસ્ટ્રીના ટોપ એક્ટર માંથી એક મહેશ બાબુ વિશે તો મહત્વપુર્ણ છે કે મહેશ બાબુ પોતાની સુપરહિટ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. તેમણે જાણીતી અભિનેત્રી અને ફેમીના મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકર સાથે લગ્ન કરેલા છે. જણાવી દઈએ કે નમ્રતા શિરોડકર બોલીવુડ અભિનેત્રી શિલ્પા શિરોડકરની બહેન છે. નમ્રતાએ ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે, ત્યારબાદ તેમણે મહેશ બાબુ સાથે લગ્ન કરી લીધા હતા. મહેશ બાબુ અને નમ્રતા ના બે બાળકો છે.
“પુષ્પા” જેવી બ્લોકબસ્ટર ફિલ્મનાં માધ્યમથી દુનિયાભરમાં પોપ્યુલર થયેલા અભિનેતા અલ્લુ અર્જુન ની પત્ની પણ ખુબ જ સુંદર છે. તેમની પત્ની નું નામ સ્નેહા રેડી છે, જે સાયન્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ના અધ્યક્ષ અને પ્રસિદ્ધ રાજકારણી કંચરલા ચંદ્રશેખર રેડ્ડી ની દીકરી છે. જણાવી દઈએ કે કપલના લગ્ન ૬ માર્ચ, ૨૦૧૧નાં રોજ થયેલા હતા. બંને બે બાળકોના માતા-પિતા છે.
સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામચરણ એ કોલેજની મિત્ર ઉપાસના કામિનેની સાથે લગ્ન કરેલા હતા. રિપોર્ટનું માનવામાં આવે તો રામચરણ અને ઉપાસના કોલેજના દિવસોમાં એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા. વળી રામચરણ સાઉથની ફિલ્મમાં ધમાલ મચાવી રહ્યા છે, તો વળી તેમની પત્ની ઉપાસના કામિનેની અપોલો ચેરીટી ની વાઈસ ચેરમેન છે. તે સિવાય તેઓ બી પોઝિટિવ મેગેઝીન ની ચીફ એડિટર પણ છે.
“બાહુબલી” જેવી ફિલ્મમાં કામ કરનાર અભિનેતા રાણા દગ્ગુબાટી ને આજે બધા જ લોકો ઓળખે છે. જણાવી દઈએ કે રાણા દગ્ગુબાટી એ વર્ષ ૨૦૨૦માં મિહિકા બજાજની સાથે લગ્ન કરેલા છે. મિહિકા બજાજ દેખાવમાં ખુબ જ સુંદર છે. તે સિવાય તેને એક મશહુર બિઝનેસવુમેન નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
“આરઆરઆર” જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરનાર જુનિયર એનટીઆર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે જુનિયર એનટીઆર એ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે. તેની વચ્ચે તેમણે મશહુર બિઝનેસમેન આર.એન શ્રીનિવાસ ની દીકરી લક્ષ્મી પ્રનાથી સાથે લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે લક્ષ્મીની સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ ખુબ જ જબરજસ્ત છે અને અવારનવાર તેના ફોટો વાયરલ થતા રહે છે.