મનોરંજન

એક સુંદર કપલે કરાવ્યું “કાદવ” માં પ્રિ-વેડિંગ ફોટોશુટ, આવી રીતે ફોટોશુટ કરવા પાછળનું કારણ જાણીને ચોંકી જશો…

ઇન્ટરનેટની દુનિયામાં પ્રી વેડિંગ ફોટોશુટની અમુક તસ્વીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. તેમાંથી એક કપલને કાદવમાં તરબોળ જોઈ શકાય છે. અલગ અલગ પોઝ ની સાથે બંને એ તસ્વીરો ક્લિક કરાવેલી છે. ફોટોશુટથી મશહુર થયેલ આ કપલ ફિલીપાઇન્સ નાં ઓરમોક સિટીના રહેવાસી છે. હકીકતમાં અહીંયા નાં જોનસી ગુતીરેજ અને ઇમે બોરીનાગા એ ખેડુતોને પ્રમોટ કરવા માટે આ નિર્ણય કર્યો હતો. બંને ખેડુત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ખેતી કરવી તેમનો વ્યવસાય છે, એટલા માટે બંનેએ નવી લાઇફ ની શરૂઆત માટે આ થીમની પસંદગી કરેલી હતી.

આ ફોટોશુટ ના બેકગ્રાઉન્ડમાં જબરજસ્ત હરીયાળી જોવા મળી આવે છે. આ કપલનું એવું પણ કહેવું છે કે આવું કરીને આ બંને એ પ્રકૃતિ સાથે પોતાનું જોડાણ દર્શાવવાની કોશિશ કરેલી છે. આ કપલનું કહેવું છે કે તેઓ બંને એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યાં ખેતી મુળ વ્યવસાય છે, એટલા માટે તેમણે પોતાના નવા જીવન ની શરૂઆત કરવા માટે કાદવમાં આ પ્રકારનો ફોટોશુટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

આ તસ્વીરો ૨૦૨૧માં ચાલ્ર્સલી વિઝ્યુઅલ નામનાં ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરવામાં આવેલી હતી. ત્યારથી આ પ્રી-વેડિંગ ફોટોશુટ ખુબ જ ચર્ચામાં આવ્યું હતું અને હવે એકવાર ફરીથી આ તસ્વીરો વાયરલ થઈ રહી છે. ૨૪ વર્ષનાં જોનસી અને ૨૧ વર્ષના ઇમે ની તસ્વીરો અન્ય કપલનાં પ્રી-વેડિંગ ફોટોશુટથી એટલા માટે અલગ અને ખાસ દેખાય છે.

કારણ કે આ થીમ દ્વારા તેમણે પ્રાકૃતિક પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવાની કોશિશ કરેલ છે. આ પ્રિ-વેડિંગ ફોટોશુટ ઈમે નાં પરિવારના ચોખા ના ખેતરમાં કરવામાં આવેલ છે. પ્રી વેડિંગ ફોટોશુટ વિશે પુછવામાં આવતા કપલે કહ્યું હતું કે તેઓ ખેડુતોના પરિવારમાં મોટા થયેલા છે, જેના લીધે તેમણે ઘણા દિવસોના મંથન બાદ પોતાના પ્રી વેડિંગ ફોટોશુટ માટે ફેમિલી વ્યવસાયને ધ્યાનમાં રાખીને આજથી નક્કી કરેલી છે.

ફિલિપાઇન્સના એક સરકારી સ્કુલ ની ટીચર ઈમે નું કહેવું છે કે હું ખેતીને એક એવી જોબ અથવા પ્રોફેશનના રૂપમાં જોવાની કોશિશ કરી રહી છું, જેને યોગ્ય ક્રેડિટ દરેક પરિસ્થિતિમાં આપવી જોઈએ. લોકોએ કિસાનો પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. ઈમે એ પોતાના ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે તે ઇચ્છે છે કે સમગ્ર દુનિયા તે જુએ અને મહેસુસ કરે કે કાદવમાં ચાલવું અને ત્યાં કામ કરવું કેટલું મુશ્કેલ છે.

આ કપલે જણાવ્યું હતું કે તેઓ લોકોને એવું સમજાવવા માંગે છે કે ઉનાળાની ઋતુમાં તપતા સુરજનાં તડકા અને ગરમીમાં ખેતી કરવી કેટલી મુશ્કેલ હોય છે. ઈમે નું કહેવું છે કે ખેતરમાં કામ કરવા દરમિયાન કિસાનોને પીઠમાં દુખાવો થઈ જાય છે આટલું બધું થવા છતાં પણ આપણા ખેડુતો કોઈ પણ ફરિયાદ વગર ખુશીની સાથે જીવે છે.

આ ચીજ અમારા ફોટોશુટની પ્રેરણા બનેલી છે. આ કપલની તસ્વીરોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે કારણ કે તેના દ્વારા તેમણે પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવાની કોશિશ કરેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *