વાયરલ

શેરબજારમાં રોકાણકારો માટે સારા સમાચાર, NSEએ બદલ્યો 1 એપ્રિલથી આ નિયમ..જાણો અહી..

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 1 એપ્રિલથી રોકડ ઇક્વિટી અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જમાં 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી 1 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવી હતી. NSE ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE IPFT) ની સ્થાપના તે સમયે બજારની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કોર્પસને આંશિક રીતે વધારવા માટે કરવામાં આવી હતી. NSE વતી એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટ્રાન્ઝેક્શન ફીમાં 6 ટકાના વધારાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

સેબીનો પરિપત્ર 1 મે, 2023થી લાગુ થશે
અગાઉ, સેબીએ કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વપરાતું ડિજિટલ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ‘તમારા ગ્રાહકને જાણો’ (KYC) સાથે સુસંગત હોવું જોઈએ. માર્કેટ રેગ્યુલેટરે તેના પરિપત્રમાં જણાવ્યું છે કે આ જોગવાઈ 1 મે, 2023થી લાગુ કરવામાં આવશે. જો તમારા ડિજીટલ વોલેટનું કેવાયસી હજુ સુધી થયું નથી, તો આ કામ વહેલી તકે પૂર્ણ કરો.

તમને જણાવી દઈએ કે 8 મે 2017ના રોજ સેબીએ યુવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છૂટછાટ આપી હતી. સેબી દ્વારા જારી કરાયેલા આ પરિપત્ર મુજબ યુવા રોકાણકારોને ઈ-વોલેટ દ્વારા રૂ. 50,000 સુધીના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા અને મૂડી બજારમાં બચત લાવવાના પ્રયાસોનો પણ એક ભાગ હતો. આ ફેરફાર પછી, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *