ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રીના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે. અખંડ જ્યોત પ્રગટાવવા પાછળનું કારણ એ છે કે જે રીતે નાનાકડા દીવડા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની જ્યોતથી અંધકાર દૂર કરે છે તેવી જ રીતે આપણે પણ માતાજીની આસ્થાના સહારે પોતાના જીવનનો અંધકાર દૂર કરી શકીએ છીએ. કહેવાય છે કે દીવડાની જ્યોત સામે જપ કરવામાં આવે તો સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે.
અખંડ જ્યોતનું મહત્ત્વ
અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ. માન્યતા છે કે આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે.
જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વલિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.
અખંડ જ્યોત કોઈ કારણ વિના ઓલવાઈ જાય તો અશુભ માનવામાં આવે છે. આ જ્યોતની દીવેટ સતત બદલવી જોઈએ નહીં. દીવાથી દીવો પ્રગટાવવો પણ અશુભ હોય છે. આવું કરવાથી રોગમાં વધારો થાય છે અને માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું કે એમાં ફેરફાર કરવાનું કામ સાધકે જ કરવું જોઈએ. અન્ય કોઈ વ્યક્તિથી આ કામ કરાવી શકાય નહીં.
દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ
મંત્ર- शुभम करोति कल्याणं, आरोग्यं धन संपदाम्।
शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।।
નવરાત્રીમાં અખંડ દીપક પ્રગટાવવાનું મહત્ત્વ
અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ. માન્યતા છે કે આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે. જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વલિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. અખંડ જ્યોત કોઈ કારણ વિના ઓલવાઈ જાય તો અશુભ માનવામાં આવે છે. આ જ્યોતની દીવેટ સતત બદલવી જોઈએ નહીં. દીવાથી દીવો પ્રગટાવવો પણ અશુભ હોય છે. આવું કરવાથી રોગમાં વધારો થાય છે અને માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું કે એમાં ફેરફાર કરવાનું કામ સાધકે જ કરવું જોઈએ. અન્ય કોઈ વ્યક્તિથી આ કામ કરાવી શકાય નહીં.
અખંડ આસ્થાનું પ્રતીક છે અખંડ જ્યોત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતિ અખંડ આસ્થાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં માતાની સામે શુદ્ધ ઘીનો એક નાનો અને મોટો દીવો પ્રગટાવવો જોઈએ. અખંડ જ્યોતિમાં ઘી નાખતી વખતે અથવા તો બીજું કંઈક કરતી વખતે જો જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની જ્યોતથી તેને ફરીથી પ્રગટાવી શકાય છે.
ઘરમાં સાત્ત્વિક ધર્મનું પાલન કરવું
જ્યાં સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્જ્વલિત હોય ત્યાં સુધી ઘરના તમામ સભ્યોએ સાત્ત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન માંસ, આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો.
ઈશ્વર સુધી પહોંચે છે ભક્તિ
દીવામાં ઉપસ્થિત અગ્નિદેવના માધ્યમથી ભક્તો પોતાની સંવેદનાઓ ઈશ્વરની પાસે મોકલવાનો પ્રયાસ કરે છે. અહીં દીવો ભક્તને મેસેન્જરના રૂપમાં તેમની ભાવનાઓને ઈશ્વર અથવા ઈષ્ટ સુધી પહોંચાડે છે, તેથી કહેવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ ઈશ્વર પૂજા, દીવો પ્રગટાવવો, ઘંટ અને શંખ વગાડવાની પરંપરા છે, એ ઘરમાં ઈશ્વર અને મા લક્ષ્મીનો વાસ થાય છે. કોઈ પણ પ્રકારની પૂજાનો આરંભ દીવામાં અગ્નિ પ્રગટાવીને જ કરવામાં આવે છે અને પૂજા પૂર્ણ થયા બાદ દેવ અથવા દેવીના દીવા પરથી આરતી લેવાની માન્યતા છે.
દીવો અખંડ રહેવો જોઈએ
જેટલી વાર ઉપાસના ચાલુ રહે છે, તેટલી વાર દીવો અખંડિત રીતે પ્રગટવો જોઈએ. જેથી દીવાની ઊર્જાથી ધીરે-ધીરે આજુબાજુની ઓરા સાફ થાય છે. દીવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારનુ મહત્ત્વ ઘણું વધારે હોય છે. દીવો પ્રગટાવ્યા બાદ ધીરે-ધીરે પોતાની જ્યોતની ગરમીથી આજુબાજુના ક્ષેત્રને પણ કવર કરે છે, જેટલો સમય અખંડ દીવો પ્રગટે છે, તેનો એરિયા એટલો જ વધે છે. અખંડિતનો સીધો અર્થ છે કે જેટલી વાર પૂજા ચાલે, દીવો પણ તેટલી વાર ચાલતો રહે એટલે કે દીવો બુઝાવો જોઈએ નહીં. જેના માટે ધ્યાન રાખવું જોઈએ કે જે દીવામાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે તેની રૂની વાટ પૂરતી હોય અને તેમાં ઘી પૂરતી માત્રામાં ભરેલું હોય.
કોઇ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે આ અખંડ જ્યોત કરી રહ્યા છો તો પહેલાં હાથ જોડીને પોતાની મનોકામનાનું સ્મરણ કરો.
હવે ”ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।” મંત્રનો ઉચ્ચારણ કરતાં દીપ પ્રગટાવો.
હવે અષ્ટદળ પર કેટલાંક લાલ ફૂલ પણ રાખો.