રાશિફળ

માં ખોડલની અપાર કૃપાથી આ રાશીના લોકોની બદલી શકે છે પરિસ્થિતિ તેમજ મળસે એવું કે.. જાણો અહી..

મેષ

આજે મહત્વપૂર્ણ કામને લગતી જાણકારી પ્રાપ્ત થવાને લીધે ઘટી રહેલો વિશ્વાસ વધારવો તમારી માટે આસાન રહેશે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી મદદનો સ્વીકાર કરો. હાલમાં બીજા લોકો દ્વારા પ્રેરણા પ્રાપ્ત થતી રહેશે, જેનાથી તમારો સ્વભાવ અને મૂડ બદલાતો જોવા મળશે.

કરિયરઃ- કરિયરને લગતા કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પૂરી જાણકારી મેળવી લેવી.

લવઃ- અંગત સંબંધોની ચિંતા રહે પરંતુ પરિસ્થિતિને બદલાનો પ્રયાસ કરી શકો.

હેલ્થઃ- શરીરને આરામ આપવાની જરૂરિયાત જણાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-3

———————————

વૃષભ

આજે તમને પ્રાપ્ત થઈ રહેલાં સોર્સનો સારી રીતે ઉપયોગ કરીને પરિસ્થિતિ બદલવાની ક્ષમતા તમારામાં છે, જેને વારંવાર યાદ અપાવવાની જરૂર નથી. પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ જૂઠ પકડી શકો. જેનાથી થતા નુકસાનને ટાળજો.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવેલ કામને લીધે આર્થિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે.

લવઃ- બૂદલાતા સંબંધોમાં બદલાતી ઊર્જાને લીધે પાર્ટનરના સ્વભાવમાં ચેન્જ જણાશે.

હેલ્થઃ- પેટને લગતી બીમારી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 1

———————————

મિથુન

આજે લાગણી સાથે જોડાયેલી કોઈપણ વાતને સારી રીતે સમજવાની ક્ષમતા હાલ તમારામાં નથી. પોતાના કર્તવ્યોને નિભાવતા રહો. કામ પર વધુ ધ્યાન આપીને આર્થિક સ્થિતિને સુધારવી જરૂરી છે. ત્યારે જ બીજા નિર્ણયો લઈ શકવા શક્ય બનશે.

કરિયરઃ- વિદેશમાં વસતી વ્યક્તિ દ્વારા કરિયરને લગતી ખુશખબરી મળી શકે છે.

લવઃ- સંબંધોમાં દુવિધા જણાય તો તેની માટે બંને વ્યક્તિએ પ્રયાસ કરવા.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

———————————

કર્ક
પોતાના જ વિચારોને લીધે પોતે માનસિક તકલીફ વધારતાં જોવા મળશો. પરિસ્તિતિની સત્યતાને જાણવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ નિશ્ચય પર અડગ છો તો વર્તમાન સમયમાં મહેસૂસ થતી ક્રિટિકલ કન્ડિશનને અવોઈડ ન કરો. તમારા પ્રયાસો વધારતા રહો.

કરિયરઃ- તમારા કામને લગતી નવી તક મળવાથી આર્થિક પક્ષ મજબૂત થઈ શકે.

લવઃ- પાર્ટનરની પ્રત્યે તમે ચિડાયેલાં રહી શકો છો.

હેલ્થઃ- ઊંઘને લગતી કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવા પ્રયાસ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

———————————

સિંહ

જ્યાં સુધી જીવનમાં સ્થિરતા નથી આવતી ત્યાં સુધી નવા કામ તરફ ધ્યાન ન આપો. જૂનું દેવું ચૂકવવા માટે યોજના પ્રમાણે કામ કરવાની જરૂર છે. રૂપિયાને લગતી બાબતોમાં શિસ્તતા રાખવી જરૂરી છે.

કરિયરઃ- વેપારી વર્ગને પાર્ટનરશીપમાં કામ કરવાની તક મળી શકે. જેના દ્વારા રૂપિયાના નવા સોર્સ પ્રાપ્ત થશે.

લવઃ- ઓળખીતા કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિવાદને લગતી વાત પર ધ્યાન આપો.

હેલ્થઃ- પગમાં દર્દ અને માંસપેશીઓમાં ખેંચ આવી શકે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

———————————

કન્યા
જીવનની હકારાત્મક વાતો પર ધ્યાન આપશો, જેને લીધે પોતાની અંદર પરિવર્તન લાવવું સરળ બનશે. મળી રહેલી સફળતા અને પ્રગતિને લીધે તમારો વિશ્વાસ વધતો જોવા મળશે. નવી વાતોને શીખવાનો પ્રયાસ હાલ ન કરવો.

કરિયરઃ- કામને લગતી કોઈ મહત્વપૂર્ણ ઈન્ફોર્મેશન મોડી મળવાને લીઘે કામ ફરીથી કરવું પડે.

લવઃ- લગ્ન બાબતોમાં હકારાત્મકતા જણાશે.

હેલ્થઃ- ખોટી ખાન-પાનની અસર સ્વાસ્થ્ય ઉપર જોવા મળે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

———————————

તુલા
રૂપિયાને લગતા કોઈ નિર્ણયને લીધે પારિવારિક જીવનમાં ફેરફાર જોવા મળે. પરિવારના લોકોના લોકોનો સાથ મેળવવો હાલના સમયમાં તમારી માટે અત્યંત જરૂરી છે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયની જાણકારી તેમને આપતાં રહો નહીં તો ગલતફેમી થઈ શકે.

કરિયરઃ- કામમાં કરવામાં આવેલ ફેરફારને લીધે થોડી ચિંતા જણાશે.

લવઃ- પતિ-પત્નીએ કઠિન પરિસ્તિતિમાં એકબીજાને સાથે રહેવાં પ્રયાસ કરો.

હેલ્થઃ- વડીલોના સ્વાસ્થ્યમાં થતાં ફેરફારને લીધે ચિંતા જણઆશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

———————————

વૃશ્ચિક

જે બાબત ઉપર તમે વધુ અપેક્ષા રાખી બેઠાં છો તેને લગતી જાણકારી તમને માનસિક રીતે તકલીફ આપી શકે છે. પરંતુ આ વાતને તમારી હાર ન માની લેશો. હજી પણ તમારી અંદર પરિસ્થિતિ તમારા પક્ષમાં કરવાની ક્ષમતા છે. નકારાત્મક વાતો કરતા પોતાની ક્ષમતા પર ધ્યાન આપો.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલતા રાજકરણની અસર તમારી ઉપર જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વાર છુપાવવામાં આવેલી વાતો તમને જાણવા મળશે.

હેલ્થઃ- લો બીપીની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

———————————

ધન
આજે પ્રયત્નો પ્રમાણે ફળ પ્રાપ્ત થતું દેખાશે, જે તમારી માટે સમાધાનનું કારણ બની શકે. જૂના મિત્રો સાથે ફરી જોડાવું શક્ય બનશે. મિત્રો દ્વારા મળી રહેલાં સાથને લીધે વ્યક્તિગત જીવનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે તમારે પ્રયાસો વધારવાની જરૂર છે.

લવઃ- તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણયને લીધે પાર્ટનર નારાજ થઈ શકે છે.

હેલ્થઃ- સુદરને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

———————————

મકર

અઘરું કામ પૂરું કરવા માટે તમારે પૂરા ફોકસની સાથે કામ કરવાની જરૂર રહેશે. પોતાની અંદર વધી રહેલી પ્રેરણાનો ઉપયોગ કરતાં રહશો તો અપેક્ષા પ્રમાણે જીવનમાં ફેરફાર લાવી શકશો. પ્રોપર્ટીને લગતા નિર્ણયોમાં ફાયદો થશે.

કરિયરઃ- કરિયરની દિશા બદલવાનો પ્રયાસ હાલના સમયે બીલકુલ ન કરશો.

લવઃ- પાર્ટનરના સ્વભાવને લીધે ચિંતા જણાશે.

હેલ્થઃ- એસીડીટીની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ-8

———————————

કુંભ
હાલના સમયમાં કોઈપણ પ્રકારનો નિર્ણય અમલમાં લાવવાથી બેચેની જણાશે. રૂપિયાને લગતી ચિંતા પેદાં થશે. પરંતુ પોતાના પ્રયત્નો દ્વારા જ તેને દૂર કરવાનો પ્રયાસ કરો. કોઈપણ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલ ઉધાર કે દેવાને લીધે નુકસાન થઈ શકે ચે.

કરિયરઃ- કોન્ટ્રેક્ટ બેઝ પર કામ કરનારને મોટો ફાયદો મળી શકે છે.

લવઃ- તમારા દ્વારા મૂકવામાં આવેલ પ્રસ્તાવ સ્વીકારવામાં સમય લાગશે.

હેલ્થઃ- માઈગ્રેઈનની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

———————————

મીન

નવા લોકોની સાથે થઈ રહેલી ઓળખાણને લીધે વ્યક્તિગત જીવનમાં ફેરફાર અને ફાયદો જોવા મળશે. બીજા લોકોના અનુભવનો ઉપયોગ કરીને જીવન સાથે જોડાયેલી અઘરી બાબતોને સમજવાનો પ્રયાસ કરો. કોઈપણ પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરવા માટે તમારી ક્ષમતાથી વધુ પ્રયાસો તમને નુકસાન પહોંચાડી શકે છે.

કરિયરઃ- કામને લગતા સમાધાન મળશે. તમારા દ્વારા નક્કી કરેલ ટાર્ગેટ આસાનીથી પૂરો થશે.

લવઃ- પાર્ટનરની સાથે વિતાવેલ સમય તમને આનંદિત રાખશે.

હેલ્થઃ- શરીરને ડિટોક્સ રાખવું જરૂરી છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *