ડિવિલિયર્સે કિંગ કોહલીનો ઇન્ટરવ્યૂ લીધો, અનુષ્કા સાથેની પહેલી મુલાકાતને લઈને પૂછી નાખ્યું એવું કે….

0

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ મંગળવારે એબી ડિવિલિયર્સની સાથે યુટ્યુબ પર ‘ધ 360 શો’ માટે લાઇ સેશન કર્યો હતો. આ દરમિયાન એબી અને કોહલીની વચ્ચે ઘણી ઇવેન્ટ્સને લઈને વાતચીત થઈ હતી. કોહલીએ પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઇફની વિશે વાત કરી હતી.

કોહલીએ જણાવ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટને વધુ સમ્માન આપે છે. એટલે જ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી જ સદીનો દુકાળ ખતમ કર્યો હતો. સાથે જ વિરાટે પોતાની પર્સનલ લાઇફની વિશે પણ વાત કરી હતી.

જાણો અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત કેવી રીતે થઈ…
વિરાટે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘વર્ષ 2013માં ઝિમ્બાબ્વે ટૂર માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ મળી હતી. આ પછી જ મને એડ કરવાની ઑફર મળી હતી. મારા મેનેજરે કહ્યું હતું કે મારું શૂટ અનુષ્કાની સાથે થવાનું છે. મારા દિલમાં અનુષ્કા માટે ખૂબ જ ઇજ્જત હતી. એડ વિશે ખબર પડી તો હું તો નવર્સ થઈ ગયો હતો. તેને મળીને પહેલા તો ખૂબ જ ડરતો હતો.’

‘જ્યારે તે મારી સામે આવી, તો તેણે નાનકડી હીલ પહેરી રાખી હતી, કારણ કે તે પહેલાથી જ હાઇટમાં મારાથી બરાબર પર હતી. હું નર્વસ થઈ ગઈ અને તેમને પૂછ્યું હતું કે ‘શું તમે આનાથી મોટી હીલ ના પહેરી શક્યા હોત? તો આના પર તેણે કોઈ જ જવાબ આપ્યો નહોતો.’

‘જોકે આખો દિવસ શૂટ કર્યા પછી હું તેની સાથે કમ્ફર્ટેબલ થઈ ગયો હતો. મને સમજમાં આવી ગયું હતું કે અનુષ્કા પણ મારી રીતે જ નોર્મલ છે. અમારી બન્નેની ઘણી વાતો કોમન નીકળી હતી. જેમ કે અમે બન્ને મિડલ ક્લાસ ઘરમાં રહીને મોટા થયા છીએ. અમારી વચ્ચે દોસ્તી ઘણી ગાઢ થતી ગઈ અને પછી અમે ડેટ કરવા લાગ્યા હતા.’

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ સિરીઝ પર શું કહ્યું-
વિરાટે ઓસ્ટ્રેલિયાની સામે સિરીઝ રમવા પર આ વાતો કહી…

ભલે હું T20 અને વન-ડેમાં સદી ફટકારી ચૂક્યો હોઉં, પણ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી જ મને સારું લાગી રહ્યું છે.
IPLએ ઘણું બદલાવી દીધું છે. હવે ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ પહેલાની રીતે સ્લેજિંગ નથી કરતા, હવે અમે બન્નેની વચ્ચે પોઝીટીવ વાતચીત જ થાય છે.
ઓસ્ટ્રેલિયામાં જીતને લઈને હજુ પણ એ જ એટીટ્યૂડ અને એગ્રેશન છે. છેલ્લે સુધી હાર નથી માનતા.
નાથન લાયનની સાથે અમે 10 વર્ષથી પણ વધુ સમયથી રમી રહ્યા છીએ. અમે ખૂબ જ લક્કી છીએ કે તેની વિરુદ્ધ રમવાની તક મળી છે.
કરિયરના આ તબક્કે આવીને નાની સિરીઝ અને ગેમ્સને પૂરા મનથી નહોતો રમતો. પરંતુ હવે હું ગેમને પ્રોફેશનલી રમી રહ્યો છું અને પ્રયત્ન કરતો હોઉં છું કે પૂરા ડેડિકેશન સાથે રમું.

રેપિડ ફાયર
રનિંગમાં સૌથી સારો તાલમેલ કોની સાથે હોય છે- એમ.એસ ધોની.
સ્ટેડિયમમાં સૌથી શાનદાર માહોલ ક્યારે જોયો- 2016માં IPLની ફાઈનલ, 2011 વર્લ્ડ કપની ફાઈનલ અને MCGમાં પાકિસ્તાન ની સામે T20 વર્લ્ડ કપ 2022 વખતે.
MCG બોક્સિંગ ડે કે લોર્ડ્સમાંથી કઈ ટેસ્ટ રમવાનું પસંદ છે – બોક્સિંગ ડે ટેસ્ટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed