રોહિત શર્માએ પોતાના ફેનને લગ્ન માટે કર્યું પ્રપોઝ,ગુલાબ પણ આપ્યું, પૂછ્યું-‘વિલ યુ મેરી મી’ એરપોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ….

0

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે 10 વિકેટથી હારી ગઈ. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બીજી વનડે પહેલાનો છે, જ્યારે રોહિત શર્મા ટીમ સાથે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પહોંચ્યા હતા.

એક ફેન સેલ્ફી લેવા માટે વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા પાછળથી આવે છે અને ફેનને ગુલાબ આપે છે. ત્યાર પછી કેપ્ટને પોતાના ફેનને કહ્યું- વિલ યુ મેરી મી(શું તમે મારી સાથે લગ્ન કરશો)? ફેન આ વાત સાંભળી રેકોર્ડિંગ બંધ કરી દે છે.

રોહિત થોડા દિવસ પહેલા પોતાના સાળા કુણાલ સજદેહના લગ્નમાં ડાન્સ કરતા નજર આવ્યા હતા. લગ્નમાં જવા તેમણે પહેલી વન-ડે મીસ કરી હતી.

બીજી વન-ડે ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 234 બોલ બાકી રહેતા 10 વિકેટથી હરાવી. મેચમાં રોહિત શર્મા 15 બોલમાં માત્ર 13 રન બનાવી આઉટ થયા હતા. હવે બંને ટીમ 1-1ની બરાબરી પર છે. ત્રીજી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે.


બીજી મેચ પછી લાબુશેને પંડ્યાની શુ લેસ બાંધતો ફોટો શેર કર્યો
રવિવારની બીજી વનડે પછી સોમવારે સવારે, ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેને ભારતના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની શુ લેસ બાંધતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. બંને ખેલાડીઓ એક જ જર્સી નંબર- 33 શેર કરતા હોવાથી, તેમણે હેન્ડશેક ઇમોજી સાથે “#33” લખીને ફોટોનું કેપ્શન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed