બૉલીવુડ

કાજોલના દાંત પર લાગી ગઈ લિપસ્ટિક લાગી તો કેમેરાની સામે જ આંગળીથી કરવા લાગી કઈક આવું…જોઈને તમે પણ શરમાઈ જસો…જુઓ

બોલિવૂડ અભિનેત્રી કાજોલની એક્ટિંગ ઉપરાંત ચાહકોને તેનો રમતિયાળ સ્વભાવ પણ ગમે છે. એક્ટ્રેસના વીડિયો જોઈને ફેન્સના ચહેરા પર ઘણી વાર હાસ્ય આવી જાય છે. હાલમાં જ કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કાજોલ ફરી એકવાર પોતાની ફની સ્ટાઇલને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં અભિનેત્રી દાંત સાફ કરતી જોવા મળી હતી.

બોબી દેઓલ-કાજોલ મુંબઈમાં એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં
કાજોલ અને બોલિવૂડ એક્ટર બોબી દેઓલે તાજેતરમાં જ મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં સૌ પહેલા કાજોલ બોબીને મળે છે. ત્યારબાદ વીડિયોમાં જોઈ શકાય છે કે કાજોલ એક મહિલા સાથે વાત કરતાં સમયે પોતાની આંગળીથી દાંત પર લાગેલી લિપસ્ટિક સાફ કરે છે. આ દરમિયાન કાજોલ ખૂબ જ ફની લાગતી હતી.


વીડિયો જોયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ કરી હતી
સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘ક્યારેક તે ખરેખર અંજલિની જેમ વર્તે છે’. તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘તેની પાસે આટલા પૈસા હોવા છતાં પણ સસ્તી લિપસ્ટિક વાપરે છે’. તો ત્યાં ત્રીજાએ એમ કહ્યું હતું, ‘એવું લાગે છે કે કાજોલ ચોકલેટ ખાધા બાદ દાંત સાફ કરે છે.’.

કાજોલનું વર્કફ્રન્ટ
ઉલ્લેખનીય છે કે કાજોલે પોતાની બોલિવૂડ કરિયરમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. છેલ્લે કાજોલ ડિરેક્ટર રેવતીની ફિલ્મ ‘સલામ વેન્કી’માં જોવા મળી હતી. હવે કાજોલ ‘ધ ગુડ વાઇફ’ તથા ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *