રવિવાર, 19 માર્ચનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આ સમયે તમે પોતાની અંદર શુભ ઊર્જાનો અનુભવ કરશો અને વિચારોમાં વધુ ઉત્સાહ રહેશે. મનમાં નવા વિચારો આવશે. ભાઈ-બહેનના સંબંધોમાં પણ મધુરતા આવશે. જો જમીનને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી હોય તો દસ્તાવેજની કાર્યવાહીને લઈને ગલતફેમી થઈ શકે છે. પોતાના ક્રોધ અને હઠ પર કંટ્રોલ રાખો કારણ કે તમે પોતાના વિવેકથી સ્થિતિ કંટ્રોલ કરી શકો છો.
શું કરવું – ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
——————————-
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આધ્યાત્મ અને રહસ્યવાદમાં તમારો રસ વધશે. આ તમારા વ્યક્તિત્વમાં પણ હકારાત્મક ફેરફાર લાવશે. સચેત રહેશો છતાં પણ કામમાં કોઈ અડચણ આવી શકે છે. એટલે કાર્યોમાં વિશેષ ધ્યાન આપો. પોતાના અંગત કાર્યો પર જરૂરિયાતથી વધુ ધ્યાન આપવાથી પરિવારમાં નિરાશા આવી શકે છે. કામની સાથે-સાથે સંબંધોને પણ મજબૂત કરવાની જરૂર છે.
શું કરવું – ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
——————————-
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે કેટલીક પરેશાનીઓ આવી શકે છે. તમારે ઘબરાવાને બદલે સ્થિતિનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરવો પડે. જેમાં તમે સફળ થશો. પરિવારના કોઈ સદસ્યના લગ્નની યોજના બનશે. જો કોઈ કામ બનતાં-બનતાં વચ્ચે જ અટકી ગયું હોય તો તેનાથી તમારી એકાગ્રતામાં ખામી આવી શકે છે. તેને ધ્યાનમાં રાખો. બીજાની ખૂબ જ વધુ દખલ દેવાને કારણે તમારી પારિવારિક વ્યવસ્થા નકારાત્મક અસર પડી શકે છે.
શું કરવું – શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
——————————-
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, સન્માનિત વ્યક્તિઓની સાથે થોડો સમય વિતાવો. આ તમારા અનેક નવા વિષયોની જાણકારી પણ આપી શકે છે. ઘર બેસીને કોઈ ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવું શક્ય બનશે. તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલ યુવાનોને ઝડપથી મહત્વપૂર્ણ સફળતા મળશે. અહંકારને કારણે તમે પોતાને ચોટ પહોંચાડી શકો છો. સમયની સાથે તમારો વ્યવહાર પણ બદલાઈ શકે છે.
શું કરવું – માતા સરસ્વતીની પૂજા કરો
શુભ રંગઃ-લીલો
શુભ અંકઃ- 9
——————————-
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, સંતાનની કોઈ સમસ્યાનું સમાધાન તમારા સહયોગથી હકારાત્મક રીતે આવશે. આસ-પડોશની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો દબદબો રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ કાર્ય ચાલી રહ્યું હોય તો આજે તેને ગંભીરતાથી લો. આળસને પોતાના પર હાવી ન થવા દો. તેનાથી તમારા કામ રોકાઈ શકે છે. આજે દોડા-દોડ નહીં કરશો કોઈ ફાયદો નહીં થાય. વેપારમાં આંતરિક પ્રણાલીમાં ફેરફારની જરૂર છે.
શું કરવું – સફેદ વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 21
——————————-
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, જો તમે કોઈ સંપત્તિ ખરીદવા કે વેચવાની યોજના બનાવી રહ્યાં હોવ તો તેને તરત જ લાગૂ કરો. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહી છે. તમે પરિવાર અને મિત્રોની સાથે પણ સમય વિતાવી શકો છો. રૂપિયા સાથે જોડાયેલ લેન-દેનમાં ભૂલ કરવાથી નુકસાન થઈ શકે છે જેનાથી સંબંધો ખરાબ થઈ શકે છે. પોતાના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખો અને તેમની સાથે સમય વિતાવો.
શું કરવું – શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
——————————-
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, તમારી આદતો અને દિનચર્યામાં નાટકીય રીતે સુધારો આવી શકે છે. સમાજમાં પણ તમારી યોગ્યતા અને કૌશલની સરાહના થશે. આ સમયે તમે બચત જેવી ગતિવિધિઓમાં ભાગ લઈ શકો છો. ધાર્મિક યોજના પણ શક્ય બનશે. બીજાના ઝઘડામાં ન પડો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. મહિલા વર્ગને સાસરી પક્ષથી ફરિયર રહી શકે છે. તમારે પણ સંબંધો સારા રાખવાનો પ્રયાસ કરવો પડશે.
શું કરવું – માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- બ્રાઉન
શુભ અંકઃ- 7
——————————-
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આસપાસની ગતિવિધિઓમાં સમય બરબાદ કર્યા વગર પોતાના કામ પર ધ્યાન આપો. આ સમયે કરવામાં આવેલી મહેનતનું યોગ્ય ફળ તમને મળશે. કોઈ ઈચ્છા પૂરી થવાથી મન પ્રસન્ન રહેશે. ધ્યાન રાખજો કે આગળની ચર્ચામાં થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. બીનજરૂરી યાત્રાથી બચવું જરૂરી છે. કારોબારને આગળ વધારવા નોકરીઓ શરૂ કરવાની યોજના બની શકે છે.
શું કરવું – ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- ક્રીમ
શુભ અંકઃ- 16
——————————-
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતા અને તણાવ આજે દૂર થઈ શકે છે. નજીકના સંબંધી તમારી સમસ્યાઓને ઉકેલવામાં ભાગ લેશે. ક્યાંકથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને તમારા કામમાં બાધા નાખી શકે છે. પરંતુ ઘબરાશો નહીં તેઓ સફળ નહીં થાય. આર્થિક સ્થિતિ વર્તમાનમાં સમાન્ય રહેશે. મામા-ભાઈ બહેનોની સાથે સંબંધોમાં કેટલીક ગલતફેમીઓ ખઈ શકે છે. શું કરવું – માતા લક્ષ્મીની પૂજા કરો. શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 12