મેષ
ભવિષ્ય સાથે જોડાયેલી વાતો વિશે વિચાર કરીને તમે પોતાના માટે ચિંતા વધારી રહ્યાં હતાં, તેની અસર ઓછી થશે અને તમે વર્તમાન પર વધુ ધ્યાન આપીને પોતાની ઈચ્છાશક્તિને ટકાવી રાખવાનો પ્રયાસ કરજો. હાલના સમયમાં કોઈ એક જ કામની પસંદગી કરીને તમે તેના પર પૂરું ફોકસ બનાવવાનું પસંદ કરજો.
કરિયરઃ- કામને લગતો રસ વધવાને કારણે આ્થિક પરિસ્થિતિ પણ સુધરશે.
લવઃ- રિલેશનશીપને લગતા અનુભવાતી નકારાત્મક વિચારોની અસરથી પોતાને દૂર રાખવા જરૂરી છે.
હેલ્થઃ- શારીરિક નબળાઈ ન વધે તેનું ધ્યાન રાખજો.
શુભ રંગઃ- સફેદ શુભ અંકઃ-2
—————————–
વૃષભ
જીવનની અનેક બાબતોમાં સંતુલન બનતું જોવા મળશે. નવા લોકોની સાથે થયેલ પરિચયને કારણે તમારા સ્વભાવમાં મોટો અને હકારાત્મક ફેરફાર આવશે. કામને લગતી જે ચિંતા સતાવતી હતી તે દૂર થાય અને અટકેલાં કામને આજે પૂરાં કરી શકો છો. કરિયરઃ- કામને લગતી એકાગ્રતા વધશે જેના કારણ ેસમય પહેલાં કામ પૂરું થશે.
લવઃ- રિલેશનશીપમાં સંતુલન છે એટલે બેકારની ચિંતાથી દૂર રહો.
હેલ્થઃ- શરીરનો દુઃખાવો અને તાવ જેવી તકલીફોને અવોઈડ ન કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 1
મિથુન
જૂની વાતોની અસરથી પોતાને પૂરી રીતે દૂર રાખવા તમારી માટે શક્ય બનશે. કોઈ એક જ વાત પર વિચાર કરીને તેને પૂરી કરવાનો પ્રયાસ તમે કરી શકો. પરંતુ બીજી વાતો પણ એટલી જ મહત્વની હોય એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે.
કરિયરઃ- કરિયરને સ્થિર કરવા માટે તમે પ્રાધાન્ય આપશો.
લવઃ- પોતાની અંદરની નબળાઈને સમજીને તેને જીવનથી દૂર રાખવા પ્રયાસ કરજો
હેલ્થઃ- શરીરમાં ઈમ્યુનિટી ટકાવી રાખવાનો પ્રયાસ કરજો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
કર્ક
પરિણામની ચિંતા ન કરીને માત્ર મહેનત કરતાં રહેવાનો પ્રયાસ કરજો. મિત્રનો સાથ અપેક્ષા પ્રમાણે મળવાથી એકલતા દૂર થશે. પરંતુ હાલના સમયમાં લક્ષ્ય મોટું છે પરંતુ કઠિન લાગી રહ્યું છે તેના કારણે વચ્ચે-વચ્ચે બેચેની લાગતી રહેશે. સમય પ્રમાણે તમારા સવાલોના જવાબ મળતાં જશે જે તમને લક્ષ્યની નજીક લઈ જશે. કરિયરઃ-તમારા દ્વારા કરવામાં આવેલ કામને લીધે બીજા લોકોને પ્રેરણા મળતી રહેશે.
લવઃ- પાર્ટનરના જીવનમાં તમારું શું મહત્વ છે એ વાતનો અહેસાસ તમને ઝડપથી થશે.
હેલ્થઃ- પગનો દુઃખાવો અને સોજો લાગતો રહેશે. યોગાભ્યાસ પર ધ્યાન આપો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 5
સિંહ
લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોનો ખોટો આર્થ કાઢવાને કારણે તમે પોતાની જ દુવિધા વધારી રહ્યાં છો. તમારી અંદર પેદા થઈ રહેલી ઈનસિક્ટોરીટીને દૂર કરવાનો પ્રયાસ કરશો તો જ બીજા લોકોની સાથે સંબંધોને ટકાવી રાખવા તમારી માટે સરળ રહેશે. જેટલી વધુ મનમાં નકારાત્મકતા બની રહેશે એટલું જ કોઈ પણ કામ પર ધ્યાન આપવું કઠિન લાગશે.
કરિયરઃ- વેપાર સાથે જોડાયેલ લોકોને વ્યક્તિની જ્યાં સુધી સારી રીતે ઓળખ નથી થતી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કે દસ્તાવેજ ન કરશો.
લવઃ- પરિવારના લોકોની સાથે પેજા થયેલ વિવાદને ઉકેલવા માટે પાર્ટનર દ્વારા મદદ મળશે.
હેલ્થઃ- આંખોની બળતરાને કારણે બેચેની લાગતી રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
કન્યા
તમે કરેલાં હકારાત્મક કાર્યોનું ફળ મળવાનું શરૂ થશે. પરિવારને લગતી મોટાભાગની જવાબદારીઓ તમારા પર રહેશે. તમારા દ્વારા લેવામા આવેલ નિર્ણયને લીધે પરિવારમાં ખુશીઓ ટકી રહેશે. વ્યક્તિગત બાબતો માટે તમે ખરીદી કરી શકો છો પરંતુ ક્ષમતાથી વધુ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખજો. કરિયરઃ-કામની જગ્યાએ કોઈપણ વ્યક્તિની મદદ કરતાં પહેલાં તેની જરૂરિયાતને સમજી લેજો.
લવઃ- લગ્નને લગતો નિર્ણય અચાનક લઈ શકાય છે.
હેલ્થઃ- માથાનો દુઃખાવો કે માથુ ભારે રહેવાની તકલીફ અનુભવાશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ-9
તુલા
રૂપિયાને લગતી અનુભવાતી ચિંતાને દૂર કરવાનો માર્ગ મળશે. આ સમયે જૂની ભૂલો ફરી ન થાય તેનું ધ્યાન રાખજો. રૂપિયાની લાલચ વધી શકે છે. તમારી અંદર વધતો વિશ્વાસ તમને લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે પરંતુ મનમાં પેદા થઈ રહેલ લાલચને કારણે નવી સમસ્યા પેદા ન થાય તેનું ધ્યાન રાખજો.
કરિયરઃ- કરિયરને નવી દિશા મળવાથી કામને લગતો રસ અને એકાગ્રતા વધશે.
લવઃ- પાર્ટનર દ્વારા મળતા સરપ્રાઈઝ તમને ખુશીઓ આપશે.
હેલ્થઃ- ગળાની ખારાશ અને ખાંસીની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 6
—————————–
વૃશ્ચિક KNIGHT OF SWORDS
કામની ગતિને તમે વધારવાનો પ્રયાસ કરપશો પરંતુ દરેક વાતને લગતી ઊતાવળ શા માટે થઈ રહી છે તે જાણીને એ બાબતોમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરજો. તમારી ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નથી તેમ છતાં પોતાના પર જ રાખેલી અપેક્ષાઓ મોટી લાગવાથી તમે બેકારનો તણાવ વધારી રહ્યાં છો.
કરિયરઃ- કામને લગતી કેટલીક વાતો પર ઓછો વિશ્વાસ લાગવાથી બીજા લોકો પર નિર્ભરતા વધી શકે છે.
લવઃ- મૂડમાં આવી રહેલાં ફેરફારને કારણે પાર્ટનરની સાથે ખોટો વ્યવહાર ન થાય તેનું ધ્યાન રાખજો.
હેલ્થઃ- ગેસની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ-7
—————————–
ધન EIGHT OF PENTACLES
પોતાની સમસ્યાને દૂર કરવા માટે ધીરે-ધીરે ફેરફાર લાવવાનો પ્રયાસ કરો. એકદમથી લેવામાં આવેલ મોટો નિર્ણય તમારી માટે તકલીફનું કારણ બની શકે છે. બીજા લોકો દ્વારા કરવામાં આવતી દખલ ઓછી થશે. વર્તમાન પર પૂરી રીતે ફોકસ બનાવીને જે નિર્ણય તમારા ભવિષ્યને હકારાત્મક બનાવી શકે છે માત્ર તેના પર જ ધ્યાન આપો.
કરિયરઃ- કામને લગતો ટાર્ગેટને પૂરો કરતી વખતે અનેક પરેશાનીનો સામનો કરવો પડશે.
લવઃ- રિલેશનશીપને લગતી કેટલીક વાતોમાં ફેરફાર લાવવો શક્ય નથી એટલે એ વાતોનો સ્વીકાર કરીને યોગ્ય નિર્ણય લેવાનો પ્રયાસ કરજો.
હેલ્થઃ- બદલાતા વાતાવરણને કારણે શરદી અને તાવની તકલીફ રહી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ-8
—————————–
મકર JUSTICE
દસ્તાવેજોને લગતી કેટલીક વાતો અધૂરી રહેવાને કારણે કાયદાને લગતી પરેશાનીઓ પેદા થઈ શકે છે. પોતાની કાર્યક્ષમતાને વધારવાનો પ્રયાસ કરજો. કરિયરને લગતું મળેલું માર્ગદર્શન યોગ્ય છે. તમે આ સમયનો કઈ રીતે ઉપયોગ કરો છો તે તમારી પ્રગતિ નક્કી કરશે. દરેક કામને ગંભીરતાથી લેવાની જરૂર છે.
કરિયરઃ-કામ કરવા છતાં પણ અપેક્ષા પ્રમાણે આર્થિક ફાયદો ન મળવાથી નારાજગી રહી શકે છે.
લવઃ- પાર્ટનરની સાથે ઈમોશનલી રીતે જોડાવાનો પ્રયાસ કરવો પડશે.
હેલ્થઃ- વધતા વજનને કંટ્રોલ કરવું તમારી માટે જરૂરી છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ-7
—————————–
કુંભ FIVE OF SWORDS
દરેક બાબત પર નિયંત્રણ કરવાનો પ્રયાસ નવા વિવાદ પેદા કરી શકે છે એ વાતને સમજો. લોકોના સ્વભાવને બદલાની જિદ્દ કરવી તમારી માટે જ તકલીફનું કારણ બનશે. પરિવારના કેટલાક લોકોની સાથે હંમેશાં માટે અંતર પેદા થઈ શકે છે. પરંતુ આ વાત તમારી માટે અને તેમની માટે હકારાત્મક છે એ વાતને સમજવામાં સમય લાગશે.
કરિયરઃ- કામની જગ્યાએ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં સહકર્મીની સલાહ લેવી જરૂરી છે.
લવઃ- જૂની સમસ્યાઓના કારણે પાર્ટનર અને તમારી વચ્ચે ગલતફેમી પેદા થઈ શકે છે.
હેલ્થઃ- વાહનને સંભાળીને ચલાવવાની જરૂર છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
—————————–
મીન THREE OF SWORDS
અચાનક પ્રાપ્ત થયેલી કોઈ જાણકારીને કારણે માનસિક તકલીફમાંથી પસાર થવું પડશે. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે ત્યારે જ ફેરફાર આવશે. કોઈપણ વ્યક્તિ પાસે લીધેલ ઉધારને ચુકાવવામાં મોડું બિલકુલ ન કરો. પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરીને તેને નિભાવવાનો પ્રયાસ કરજો.
કરિયરઃ- ખોટી વ્યક્તિની સંગતને કારણે કામની જગ્યાએ તમને નુકસાન થઈ શકે છે. સતર્ક રહેજો.
લવઃ- રિલેશનશીપને લગતી અનુભવાતી તકલીફ આપમેળે જ દૂર થવા લાગશે.
હેલ્થઃ- લો બીપીની સમસ્યા વધી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.ૉ
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 1