રાશિફળ

આજના દિવસે આ રાશિ ધરાવતા લોકો પર રહેશે માં લક્ષ્મીજીનો હાથ અને થસે આ લાભ, જાણી લો તમારી રાશિનું રાશિફળ..

13 માર્ચે મંગળ મિથુન રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. જેની અસર ઘણી રાશિઓ સહિત દેશ-દુનિયામાં ઉપર પણ પડશે. આ ગ્રહ આ રાશિમાં 10 મે સુધી રહેશે. સામાન્ય રીતે તો મંગળ 45 દિવસ સુધી જ એક રાશિમાં રહે છે. પરંતુ મિથુન રાશિમાં 59 દિવસ સુધી રહેશે. આ રાશિમાં નક્કી સમયથી 14 દિવસ વધારે રહેવાને કારણે મંગળની અસર પણ વધુ રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડૉ.ગણેશ મિશ્રા જણાવે છે કે, વાયુ તત્ત્વની રાશિ અને તેના શત્રુની રાશિના કારણે મંગળની અશુભ અસર દેશ અને દુનિયા ઉપર પણ જોવા મળશે. આ ગ્રહના પ્રભાવથી આગની અને અકસ્માતોની ઘટનામાં વધારો થઇ શકે કે છે. ઝઘડા, વિરોધ અને દેખાવો પણ આ સમય દરમિયાન વધશે. લોકોમાં ગુસ્સો વધી શકે છે. દેશ અને દુનિયામાં હવાઈ દુર્ઘટના થવાની પણ સંભાવના રહેશે.

આ ગ્રહની ચાલ બદલાવાથી તમામ રાશિના લોકો પર અસર થશે. મંગળના ગોચરની શુભ અસર મેષ, સિંહ અને મકર રાશિના જાતકો ઉપર પડશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તેમની શક્તિમાં પણ વધારો થશે. તો મિશ્ર અસર વૃષભ, મિથુન, કન્યા, તુલા, ધનુ અને કુંભ રાશિના જાતકો ઉપર જોવા મળશે. બીજી તરફ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળા લોકોએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી પડશે.

મેષ :
સમય દરમિયાન જાતકોની હિંમત અને શક્તિમાં વધારો થશે, જેને કારણે નોકરી અને ધંધામાં લાભ થશે. આ સમય દરમિયાન ભાઈઓ, બહેનો, મિત્રો અને સહકાર્યકરોની પણ મદદ મળશે. ભાગ્યનો પણ સાથ મળશે. કોઈ જગ્યાએ ફરવા માટે જઈ શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂના વિવાદોમાં ચુકાદો તમારા તરફ આવશે. કાયદાકીય બાબતોના નિર્ણયો તમારા પક્ષમાં આવશે તેવા સંકેતો છે.

વૃષભ :
આ રાશિના જાતકોનો આ સમય સામાન્ય રહેશે, અગાઉ કોઈ જગ્યાએ રોકાયેલા પૈસા પરત મળી શકે છે, પરંતુ ખર્ચમાં વધારો પણ થશે. પરિવારજનો વચ્ચે મિલકતને લઈને વિવાદ થવાની શક્યતા છે. નોકરી અને ધંધામાં પણ સમસ્યા થઈ શકે છે. પારિવારિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડશે. વાહન સાવધાનીથી ચલાવવું નહીં તો અકસ્માત થઇ શકે છે.

મિથુન :
મંગળની ચાલમાં પરિવર્તનની આ રાશિના જાતકો પર મિશ્ર અસર જોવા મળશે. નોકરી અને ધંધામાં તમારે વધારે મહેનત કરવી પડશે. આ સમયમાં ચીડિયાપણું પણ રહેશે. રોજિંદાં કામ સમયસર પૂરાં થશે. સંપત્તિ સંબંધિત મામલાઓનું નિરાકરણ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત ઉતાર-ચઢાવ પણ રહેશે.

કર્ક :
આ રાશિના જાતકોને આ સમય દરમિયાન નાણાકીય બાબતોમાં તકરાર થઇ શકે છે. ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે, ધનહાનિ પણ થઈ શકે છે. જૂના વિવાદો ફરી શરૂ થઈ શકે છે. વ્યર્થ દોડધામ થઈ શકે છે. ઈજા થવાનું જોખમ છે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવું પડશે.

સિંહ :
મંગળના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના જાતકોની શક્તિ વધશે. તો નોકરી અને વ્યવસાયમાં આગળ વધવાની તક મળી શકે છે. કાયદાકીય નિર્ણયો તમારા પક્ષમાં જ આવી શકે છે. આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે. અગાઉ કોઈ જગ્યાએ રોકેલા પૈસા પણ પરત મળી શકે છે. તમે જે કામની યોજનાઓ બનાવી છે એ પૂર્ણ થઈ શકે છે. સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

કન્યા :
આ રાશિના જાતકો નોકરી-ધંધામાં પ્રગતિ કરી શકે છે. ધનલાભ પણ થઈ શકે છે. મિલકત સંબંધિત બાબતોમાં લાભ થશે. સરકારી નોકરી કરતા લોકો માટે આ સમય લાભદાયી રહેશે. આ જાતકોને ભાઈ, બહેન અને મિત્રોની મદદ પણ મળશે. કેટલીક ગુપ્ત માહિતી પણ જાહેર થઈ શકે છે.

તુલા :
આ રાશિના જાતકોને આ સમય દરમિયાન લેવડ-દેવડ અને રોકાણમાં ભાગ્યનો સાથ મળશે. દરરોજનાં કામ સમયસર પૂરાં થઈ શકે છે અને એમાં પણ સફળતા મળશે. બચત પણ વધશે. વિવાહિત જીવન માટે પણ આ સમય સારો રહેશે. ભાઈઓ અને મિત્રોની મદદ મળશે. સખત મહેનત સાથે તમે બધું પૂર્ણ કરશો.

વૃશ્ચિક :
આ સમય દરમિયાન આ જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. નોકરી અને ધંધામાં કોઈ વિવાદ થવાની શક્યતા છે. દુશ્મનોને કારણે સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન વાહન સાવધાનીથી ચલાવવું. ઇજા થઇ શકે છે. જો તમને કોઈ વાતને લઈને ગુસ્સો આવે છે તો વાત બગડી શકે છે, જૂના વિવાદો ફરી થઈ શકે છે.

ધન :
આ રાશિના જાતકોનો આ સમય મિશ્રિત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. દૂર-દૂરના લોકો તરફથી મદદ મળશે. દરરોજ તમે જે કામ કરો છો એ માટે નવી યોજનાઓ બનશે અને એના પર કામ પણ થશે, જેનો લાભ આગામી દિવસોમાં મળશે. વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે.

મકર :
આ સમય દરમિયાન જૂના વિવાદોનો ઉકેલ આવશે. મહેનત વધુ કરવી પડશે. દૂર-દૂરના લોકો તરફથી મદદ મળશે. નોકરી અને વ્યવસાય માટે આ સમય લાભદાયી રહેશે. મિલકતના વેચાણથી પણ લાભ થઈ શકે છે. માતા અને નાના ભાઈઓ તરફથી મદદ મળશે.

કુંભ :
આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી નવી યોજનાઓ બનશે, પરંતુ આ યોજના પર હાલ કામ કરી શકશો નહીં. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થશે. સંતાન સંબંધી સમસ્યામાં વધારો થશે. વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ભાઈઓ અને મિત્રો સાથેના મતભેદમાં વધારો થઈ શકે છે.

મીન :
આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં વિવાદ થઈ શકે છે. સંપત્તિ સંબંધિત મામલામાં ઝઘડો થવાની શક્યતા છે. માતા સાથે મતભેદ થશે. તમારી જે બચત હતી એ પૂરી થઈ જશે. ભાગ્ય તમારો સાથ નહીં આપે. ઈલેક્ટ્રોનિક સંબંધી ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાની રાખો. પારિવારિક વિખવાદ અને માનસિક અશાંતિ રહેશે.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને જ ઘરની બહાર જવું જોઈએ. લાલ ચંદનનું તિલક કરવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરવું. મસૂરની દાળનું દાન કરવું. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરવું. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસર ઘટાડી શકાય છે. મંગળના કારણે ઊર્જા વધે છે પરંતુ વિવાદ પણ થાય છે. મંગળના કારણે ઉત્સાહ વધવા લાગે છે. આ ગ્રહના કારણે શારીરિક ઊર્જા પણ વધે છે.

જ્યોતિષમાં મંગળને ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહના કારણે જ વ્યક્તિમાં કોઈપણ કામ કરવાની ઇચ્છા પેદા થાય છે. મંગળની અસર હથિયાર, સેના, પોલીસ અને આગ સાથે જોડાયેલી જગ્યાએ થાય છે. આ ગ્રહની અશુભ અસરથી ગુસ્સો વધે છે અને વિવાદ થાય છે. એટલે મંગળની ગતિ વક્રી હોવાથી દરેક કામ સમજી-વિચારીને કરવું જોઈએ. ઉતાવળ કરવાથી બચવું જોઈએ. મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે. ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી લોકો ખોટાં પગલાં ભરે છે. જેથી વિવાદ અને દુર્ઘટનાઓ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *