મનોરંજન

ફોટો ક્લિક કરાવવા માટે એકદમ નજીક આવી ગયો, એક્ટ્રેસ થઈ ગુસ્સે અને પછી કર્યું આવું કામ..-જુઓ વિડિયો ભરાઈ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. મલાઈકા અરોરાનો એરપોર્ટનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં મલાઈકા અસહજ જોવા મળી હતી. એરપોર્ટ પર મલાઈકાને જોતા જ ચાહકો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેની પાછળ પાછળ જવા લાગ્યા હતા. આ સમયે એક વ્યક્તિ મલાઈકાની ઘણી જ નિકટ આવી ગયો હતો. કોઈ અજાણી વ્યક્તિને આટલી નિકટ જોતા મલાઈકા થોડી ગુસ્સે થઈ ગઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસ તે વ્યક્તિને ‘આરામથી..’ બોલીને નીકળી ગઈ હતી.

વીડિયો જોઈ સો.મીડિયા યુઝર્સે ભડક્યા
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકો રોષે ભરાયા હતા. એક યુઝરે કમેન્ટ કરી હતી કે આવા ચીપ ચાહકો ક્યાંથી આવે છે. અન્ય એકે કહ્યું હતું કે આ જનતા પાગલ કેમ થઈ જાય છે.

મલાઈકા લેકમે ફેશન વીકમાં જોવા મળી હતી
મલાઈકા અરોરા હાલમાં જ લેકમે ફેશન વીક 2023માં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. ફેશન શોમાં મલાઈકા ઓરેન્જ રંગના આઉટફિટમાં જોવા મળી હતી.


આદિત્ય રોય કપૂર ને રણબીર કપૂર સાથે પણ આવી જ ઘટના બની હતી
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તુ જૂઠ્ઠી મૈં મક્કાર’ના પ્રમોશનમાં એક ઘટના બની હતી. રણબીર કપૂર પ્રમોશન દરમિયાન ચાહકોને મળ્યો હતો. આ દરમિયાન મહિલા ચાહકે રણબીરને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આદિત્ય સાથે પણ આવી ઘટના બની હતી
થોડાં સમય પહેલાં વાઇરલ વીડિયોમાં એક મહિલા ચાહક એક્ટર આદિત્ય સાથે સેલ્ફી લેતી હતી. સેલ્ફી ક્લિક કરાવતા સમયે તે આદિત્યને ગરદનથી પકડીને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આદિત્યે હસીને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાને દૂર કરી હતી. જોકે, મહિલાએ એમ કહ્યું હતું કે તે ખાસ દુબઈથી આવી છે અને આદિત્યના હાથ પર કિસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *