રાશિફળ

માં ખોડલની અસીમ કૃપાથી આ 5 રાશિનું ચમકશે નસીબ, થશે આર્થિક લાભ અને પ્રમોશન, ચકમી જસે ભાગ્ય..

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહો સમય-સમય પર રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરતા રહે છે. શનિ ગ્રહ ન્યાયના દેવતા છે અને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિએ 17 જાન્યુઆરી 2023ના રોજ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે, હવે 15 માર્ચ 2023ના રોજ શનિએ નક્ષત્ર પરિવર્તન કરીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. શનિની આ સ્થિતિ 30 વર્ષ પછી મહાભાગ્ય રાજયોગનું નિર્માણ કરી રહી છે. જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાભાગ્ય રાજયોગની સૌથી વધુ શુભ અસર 4 રાશિવાળા પર થશે જેનાથી તેમનું ભાગ્ય ખૂલી જશે અને ધનલાભના યોગોનું નિર્માણ થશે. બીજી તરફ આ વર્ષે માર્ચનો મહિનો કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે આ રાશિઓ પર રાજ અને મહાભાગ્ય યોગ એકસાથે લાગી રહ્યા છે. આ વર્ષે 12 વર્ષ પછી 22 માર્ચે યોગ ગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેની અસર અનેક રાશિઓ માટે શુભ હોઈ શકે છે. જાણો કંઈ છે એ ભાગ્યશાળી રાશિઓ અને તેના પ્રભાવ વિશે…

કંઈ રાશિઓમાં એકસાથે લાગશે બંને યોગ
આ વર્ષે માર્ચના મહિનામાં જ્યાં 12 વર્ષ પછી રાજયોગ લાગી રહ્યો છે તો 30 વર્ષ પછી મહાભાગ્ય રાજયોગ લાગવાને કારણે કેટલીક રાશિઓનું કિસ્મત બદલાઈ શકે છે. તેમને આર્થિક લાભ તો થશે જ અને નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે. જે જાતકોનાં લગ્ન નથી થયાં, તેમના લગ્નના યોગ પણ આ વર્ષે જ બનશે. 2 એવી રાશિઓ છે જેના પર બંને યોગ એકસાથે લાગી રહ્યા છે. તેમને આ યોગો શાહી જીવન પ્રદાન કરી શકે છે. એ ખુશનસીબ રાશિઓ વિશે જાણો….

કર્ક રાશિ-
કર્ક રાશિ પર પણ મહાભાગ્ય અને રાજયોગ એકસાથે લાગી રહ્યા છે. તેના પ્રભાવથી તમારા ખૂબ જ સારા દિવસે શરૂ થવા જઈ રહ્યા છે અને તમે જે પણ નિર્ણય લેશો તે જરૂર સફળ થશે. જો તમે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તેમાં સફળતા મળશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે અને તમે અપેક્ષાથી વધુ મોટું પદ પ્રાપ્ત કરશો. જો તમે વેપારી છો તો સમય તમારી માટે અનુકૂળ રહેશે અને તમને ખૂબ જ મોટા ફાયદાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ સારો છે. જે તમારી ઉન્નતિ અપાવશે. આ રાશિ પર રાજયોગ બનવાથી તમને દરેક જગ્યાએ બમણા કરતાં વધુ લાભ મળશે.

ધન રાશિઃ-
ધન રાશિ માટે મહાભાગ્ય રાજયોગ (હિન્દુ ધર્મમાં મહત્ત્વપૂર્ણ યોગ) એવી સ્થિતિઓનું નિર્માણ કરી રહ્યો છે જેનાથી આ રાશિઓને ધનલાભ અને પ્રગતિ મળશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો મોટા લાભ મળશે અને અનેક ફાયદાઓ થઈ શકે છે, જો તમે નોકરીમાં છો તો સેલરી ઈન્ક્રિમેન્ટ કે સારું પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકોને નોકરીની ઘણા લાંબા સમયથી તલાશ હોય તેમની કામના ઝડપથી પૂરી થશે. તો આ રાશિમાં રાજયોગ લાગવાને કારણે તમારી સમસ્યા, મનોકામનાઓ પૂર્ણ થશે અને આ યોગ તમારી કુંડળીમાં ચતુર્થ ભાવમાં બની રહ્યો છે એટલા માટે આ સમયે તમને અનેક ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે અને તમે શાહી રૂપમાં ખર્ચ પણ કરશો.

આ રાશિઓ પર લાગી રહ્યો છે મહાભાગ્ય રાજયોગ
વૃષભ રાશિઃ-
15 માર્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન થતાં જ મહાભાગ્ય રાજયોગ બનશે, જે તમારા માટે અતિ શુભ ફળદાયી સાબિત થશે. કરિયરમાં ખૂબ જ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકો છો. મોટો હોદ્દો, પૈસા, એવોર્ડ મળી શકે છે. લગ્ન થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવી શકે છે.

મિથુન રાશિઃ-
મિથુન રાશિ પર મહાભાગ્ય રાજયોગનું બનવું અતિ ઉત્તમ રહેશે. આ રાશિના લોકોને કોઈપણ નવું કામ શરૂ કરવાની પ્રેરણા મળશે અને હંમેશાં આગળ રહેશે. પૈતૃક સંપત્તિથી આ લોકોને ધનલાભ થઈ શકે છે. સાથે જ જીવનમાં પ્રેમ અને આનંદ જળવાઈ રહેશે.

આ રાશિ પર લાગી રહ્યો છે રાજયોગ
મીન રાશિઃ-
મીન રાશિના જાતકો માટે રાજયોગ બનવો તે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના લગ્નભાવમાં બની રહ્યો છે જેનાથી તમને દરેક જગ્યાએ સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને નોકરીની સાથે જ કોઈ નવો વેપાર શરૂ કરી શકો છો. વૈવાહિક જીવન સુખમય રહેશે અને જો તમે લગ્ન માટે જીવનસાથીની શોધ કરી રહ્યા હો તો આ વર્ષના અંત સુધી સફળતા મળી શકે છે.

કુંડળીમાં મહાભાગ્ય રાજયોગ શું હોય છે
જ્યોતિષમાં મહાભાગ્ય યોગ સૌથી લોકપ્રિય અને શક્તિશાળી યોગોમાંથી એક હોય છે. ‘મહા’ નો આર્થ થાય છે મહાન અને ભાગ્યનો અર્થ નસીબ થાય છે. જો તમારી કુંડળીમાં મહાભાગ્ય યોગ હોય તો તમારું ભાગ્ય હંમેશાં પ્રબળ રહેશે. એવી સ્થિતિમાં તમને ક્યારેય પણ આર્થિક સ્થિતિ ખરાબ નથી થતી. એટલે આ ભાગ્યવાળા લોકો ભાગ્યના પહાડ સાથે પેદા થાય છે.

કુંડળીમાં મહાભાગ્ય યોગ કેવી રીતે બને છે?
1-પુરુષ કુંડળીમાં દિવસનો જન્મ હોય (સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે) લગ્ન, સૂર્ય, ચંદ્ર ત્રણેય વિષમ રાશિમાં હોય તો મહાભાગ્ય યોગ બને છે.

2-સ્ત્રી કુંડળીમાં સ્ત્રીનો જન્મ (સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે) લગ્ન, સૂર્ય, ચંદ્ર ત્રણેય સમ રાશિમાં હોય તો મહાભાગ્ય યોગ બને છે.

કુંડળીમાં રાજયોગ શું હોય છે
રાજયોગ જ્ઞાન, ભક્તિ અને કર્મની સાથે-સાથે જ ચાર શાસ્ત્રીય વિદ્યાલયોમાંથી એક છે, દરેક મોક્ષ આત્મ-સાક્ષાત્કારનો માર્ગ પ્રદાન કરે છે. રાજનો અર્થ છે ‘રાજા’ કે ‘શાહી’, રાજયોગની સ્થિતિને ‘શાહી પથ’ કે યોગના પ્રમુખના રૂપમાં સંદર્ભિત કરે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ હોય તો જાતકના જીવનમાં બધી પ્રકારની સુખ-સુવિધા અને એશોઆરામ તરફ સંકેત કરે છે. રાજયોગનો અર્થ એવો હોય છે જેમાં જાતકને દરેક પ્રકારની વસ્તુનો ફાયદો મળે છે. જે લોકોની કુંડળીમાં રાજયોગનું સુખ મળે છે તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે.

કુંડળીમાં રાજયોગ કેટલાક પ્રકારના હોય છે?
જ્યોતિષશાસ્ત્ર પ્રાણે વિપરીત રાજયોગના ત્રણ પ્રકાર હોય છે- હર્ષ, સરલ અને વિમલ. જ્યારે કુંડળીમાં છઠ્ઠા ભાવનો સ્વામી આઠમા કે બારમા ભાવમાં હોય અથવા આઠમા ભાવનો સ્વામી છઠ્ઠા કે બારમા ભાવમાં સ્થિત હોય અથવા બારમા ભાવનો સ્વામી છઠ્ઠા કે આઠમા ભાવમાં હોય તો વિુપરીત રાજયોગનું નિર્માણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *