મનોરંજન

શાહરુખની દીકરી સુહાનાએ પહેરી માતા ગૌરી ખાનની પારદર્શક સાડી, અનન્યા પાંડે જોવા મળી આવા કપડામાં..-જુઓ તસવીરો

ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડે ને ડિયાના પાંડેની દીકરી અલાના પાંડે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ આઇવોર મેકક્રે સાથે 16 માર્ચે લગ્ન કરવાની છે. 15 માર્ચે બંનેની સંગીત સેરેમની યોજાઈ ગઈ હતી. સંગીતમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. સુહાના ખાન ટ્રાન્સપરન્ટ સાડીમાં ગોર્જિયસ લાગતી હતી. અલાના પાંડેની કઝિન સિસ્ટર ને એક્ટ્રેસ અનન્યા પાંડે પિંક લહેંગામાં એટ્રેક્ટિવ લાગતી હતી.

અલાના પાંડેની સંગીત સેરેમનીમાં કોણ કોણ આવ્યું?
અલાના પાંડેની સંગીત સેરેમનીમાં સલમાનની બહેન અલવીરા ખાન પતિ અતુલ અગ્નિહોત્રી સાથે આવી હતી. આ ઉપરાંત કિમ શર્મા, મહીપ કપૂર, શિબાની દાંડેકર, પલક તિવારી, દિયા મિર્ઝા, અનુષા દાંડેકર, સુહાના ખાન, કરન મહેતા, ગૌરી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતા. સુહાના ખાન ટ્રાન્સપરન્ટ વ્હાઇટ સાડીમાં જોવા મળી હતી. તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. પલક તિવારી પિંક લહેંગા ચોલીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે સુહાના ખાને સંગીત સેરેમનીમાં માતા ગૌરી ખાનની સાડી પહેરી હતી. ગૌરી ખાને આ સાડી 2019માં આકાશ અંબાણીના વેડિંગ રિસેપ્શનમાં પહેરી હતી.

આઇવોર ને અલાનાની મુલાકાત કેવી રીતે થઈ?
અલાના પાંડેએ પ્રી વેડિંગ સેલિબ્રેશન પ્રમાણે આઉટફિટ ડિઝાઇન કર્યા છે. હલ્દી સેરેમની ફોરેસ્ટ થીમ પર હતી. અલાનાએ એક ઇન્ટરવ્યૂમાં હતું કે તેના પેરેન્ટ્સને આઠ મહિના પહેલા તેના વેડિંગ પ્લાનની જાણ હતી, તેથી તેમને નવાઈ લાગી નહોતી. ભારતમાં જ્યારે તેણે સગાઈ કરી હતી ત્યારે તેની માતાએ પ્લાનિંગ કર્યું હતું. આઇવોર ને અલાનાની મુલાકત હેલોવીન પાર્ટી દરમિયાન થઈ હતી. આ પાર્ટી કેલિફોર્નિયામાં યોજાઈ હતી. બંને આ પાર્ટીમાં કોમન મિત્રો સાથે પહેલીવાર મળ્યા હતા. ત્યારબાદ મુલાકાત વધતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. આઇવોરે 2021માં અલાનાને પ્રપોઝ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *