મહેલ જેવી દેખાતી આ જેલ માં રહે છે ખાલી એક “કેદી”..!, મળે છે આ ખાસ સુવિધા..
સામન્ય રીતે આ સમગ્ર દુનિયા રહસ્યમય વસ્તુઓથી ભરેલી છે. ઘણી વખત એવો વસ્તુઓ દેખાવા મળી જાય છે, જે એકદમ ચોંકાવનારું સાબિત થાય છે. જો આપણે ભારત દેશમાં ગુજરાત રાજ્યને એક છેડેથી જોઈએ તો તમને એવા ઘણા રહસ્યો જોવા મળશે. જેને જોયા પછી તમે મૂંઝવણમાં આવી શકો છો. આ સમુદ્રમાં એક વૈભવી બિલ્ડિંગ દેખાઈ રહી છે. જે દૂરથી તો મહેલ જેવો દેખાય છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ મહેલ નથી પરંતુ જેલ છે
આજે અમે તમને દીવની વાત કરી રહ્યા છીએ. કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ઓળખાતા દીવની જેલની ભવ્યતા જોઈને તમને આશ્ચર્ય થશે. એક સમયે, આ સ્થાન પોર્ટુગલની વસાહતમાં ગણવામાં આવતું હતું. અને તે દરિયા માં આવેલું છે.
તમને જણાવી દઈએ કે આશરે લગભગ 475 વર્ષ જુની આ ઇમારત છે. હા, તમને વિશ્વાસ નહીં થાય પંરતુ આ એકદમ સાચું છે. આ જેલમાં ફક્ત એક કેદી રહે છે. અને આ એક ઇતિહાસ નો ખુબ સારો ભાગ છે. દીવ ના દરિયા કિનારે ઉભા રહી ને એક વાર તમે જોવો તો તમને દુર થી મહેલ જેવું લાગે છે.
આ કેદીનું નામ દીપક કાંજી છે અને તે 30 વર્ષનો છે. તમને જણાવી દઈએ કે દીપક કાંજી પર તેની પત્નીને ઝેરી દવા આપીને મારી નાખવાનો આરોપ છે. ખાસ વાત એ છે કે જેલ ની અંદર આ કાજી એકલો રહેતો હતો. તેમજ આ જેલ ની ભવ્યતા જોઈ ને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય છે.
કાંજી જેલમાં એકલા રહે છે અને તેમની સુરક્ષા હેઠળ 5 સૈનિકો અને 1 જેલર તૈનાત કરવામાં આવ્યા છે. જેઓને પાળી કલાક દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીના જેલ માં તેને દિવસ માં અમુક સમય માટે દુર દર્શન અને બીજી અન્ય પણ આધ્યાત્મિક ચેનલો જોવાની પરવાનગી સરકાર દ્વારા આપવા માં આવી છે.
વર્ષ 2013 માં આ જેલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી કેદીઓએ અહીં લાવવાનું બંધ કરી દીધું છે. થોડા વર્ષો પહેલા ત્યાં 7 કેદીઓ હતા. જેમાં 2 મહિલાઓ પણ શામેલ છે પરંતુ કેટલાક કારણોને લીધે, તેમાંથી 4 લોકોને ગુજરાતની અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 કેદીઓની સજા પૂરી થઈ હતી અને તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જેના લીધે ત્યાં માત્ર એક કેદી બાકી છે. તે બેરક ૨૦ કેદી રહી શકે તેટલું મોટું છે.
દીવ જેલમાં ફરજ નિભાવી રહેલા સૈનિકે મીડિયાને જણાવ્યું હતું કે કેદી માટે સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આંકડા અનુસાર દમણ અને દીવના દરેક કેદી માટે સરકાર 32 હજાર રૂપિયા ખર્ચ કરે છે. જે અન્ય રાજ્યોની જેલ કરતા ઘણી વધારે છે.