ગુજરાત

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી..ખેડૂતો થઈ જજો સજાગ..પડી સકે છે….

16 અને 17 માર્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે ગીર સોમનાથ, દાહોદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ તો માવઠાના મારમાંથી ખેડૂતો ઊભર્યા પણ નથી ત્યાં ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

સાપુતારામાં હળવો વરસાદ

રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ગઈકાલે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં ફાગણ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટા ભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાપુતારામાં આવેલા સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને વરસાદના વાતાવરણમાં ફરવાની મોજ માણી હતી.

પ્રજાના પૈસે હૈયા હોળી
ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની વિગતો સામે આવી છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળમાં સરકારે પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ છેલ્લાં બે વર્ષના સમયગાળામાં થયો હતો. આ કુલ ખર્ચમાં 55 કરોડનો ખર્ચ તો સજાવટ પાછળ કર્યો હતો. સરકારે વર્ષ 2021માં કુલ 20.56 જ્યારે વર્ષ 2022માં કુલ 36.48 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત વાહન પાછળ કુલ 71 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે અખબારોમાં જાહેરાત પાછળ 81.72 લાખનો ખર્ચ કર્યો હતો.

નર્મદામાં ધરા ધ્રુજી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના નાના નાના આંચકાઓનો લોકો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ગઈકાલે મંગળવારે બપોરના સમયે 3.40 કલાકે નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એટલું જ નહીં પણ કેવડિયાથી પાંચ કિલોમીટર દૂર સુધી ધરા ધ્રુજ્યાનો અનુભવ લોકોએ કર્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *