ડેટિંગની અફવાઓ વચ્ચે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે સાથે કર્યું રેમ્પ વૉક, ત્યારબાદ કર્યું આવું..-જુઓ વિડિયો

અનન્યા પાંડે તથા આદિત્ય રોય કપૂર વચ્ચે અફેર હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે. હવે બંનેએ લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં સાથે રેમ્પ વૉક કર્યું હતું. આ બંને 2022માં ક્રિતિ સેનની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી જ તેમની વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં બંને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના શોમાં શો-સ્ટોરપર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આદિત્ય 36 વર્ષનો છે અને અનન્યા 23 વર્ષ છે. બંને વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.
લેકમે ફેશન શોમાં સેલેબ્સે રેમ્પ વૉક કર્યું
9 માર્ચે, મુંબઈમાં શરૂ થયેલા લેકમે ફેશન વીકમાં સુષ્મિતા સેન, ઝિનત અમાન, સારા અલી ખાન, શનાયા કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, ઈશાન ખટ્ટર સહિતના સેલેબ્સે રેમ્પ વૉક કર્યું હતું. ગ્રાન્ડ ફિનાલેમાં મનીષ મલ્હોત્રાએ પોતાનું કલેક્શન ‘ડીફ્યૂઝ’ રજૂ કર્યું હતું. આદિત્ય થ્રી-પીસ જેટ બ્લેક સૂટમાં ઘણો જ હેન્ડસમ લાગતો હતો. અનન્યા પાંડેએ ગ્લિટરી બ્લેક તથા રેડ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.
ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યાં હતાં
અનન્યા હાલમાં જ સિદ્ધાર્થ તથા કિઆરાના રિસેપ્શનમાં સાથે આવ્યા હતા. આ ઉપરાંત આદિત્ય રોય કપૂર સ્ટારર ‘ધ નાઇટ મેનેજર’ના પ્રીમિયરમાં પણ અનન્યા ખાસ હાજર રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા ‘ડ્રીમ ગર્લ 2’માં આયુષ્માન ખુરાના સાથે જોવા ણલશે. આદિત્ય ‘ગુમરાહ’માં કામ કરી રહ્યો છે.
કરને અફેર હોવાની વાત કહી હતી
‘કૉફી વિથ કરન’માં કરને અનન્યાને સવાલ કર્યો હતો કે તેની પાર્ટીમાં (કરને 25 મેના રોજ 50મી બર્થડે પાર્ટી આપી હતી) તે અને આદિત્ય રોય કપૂર સાથે શું કરતાં હતાં? આ સવાલ સાંભળીને અનન્યા એમ કહે છે કે કરને કંઈ જ જોયુ નથી.