મનોરંજન

રણબીર-શ્રદ્ધાની ફિલ્મે મચાવી ધૂમ, બીજા દિવસે કર્યું આટલા કરોડનું કલેક્શન..

‘તુ જૂઠી મેં મક્કર’ને સમીક્ષકો તરફથી સારા રિવ્યુ મળ્યા, પરંતુ દર્શકોએ તેને મિશ્ર પ્રતિસાદ આપ્યો. ‘તુ જૂઠી મેં મક્કર’ બુધવાર, 08 માર્ચ, 2023 ના રોજ રિલીઝ થઈ હતી.

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર જોવા મળી રહી છે. ટ્રેલરમાં બંને વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈને લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 8 માર્ચે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી અને આજે ફિલ્મના બીજા દિવસના આંકડા આવી ગયા છે. તુ જૂઠી મેં મક્કરે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ભારતમાં તેના પહેલા દિવસે 15.73 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, શરૂઆતના અનુમાન મુજબ બીજા દિવસે ફિલ્મે ભારતમાં 10.34 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.


હોળી પર રિલીઝ થનારી ફિલ્મ વીકએન્ડ પર સારો દેખાવ કરે તેવી આશા છે. આ ફિલ્મના નિર્દેશક લવ રંજન છે, જેમણે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી ફિલ્મો બનાવી છે. જો કે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યુ મળ્યા હતા, પરંતુ દર્શકોએ તેને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. ‘તુ જૂઠી મેં મક્કર’ બુધવાર, 08 માર્ચ, 2023 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન લવ રંજને કર્યું છે. તેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
રણબીર કપૂર આ પહેલા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જ્યારે શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ ‘બાગી 3’ હતી. ટૂંક સમયમાં જ શ્રદ્ધા હવે ‘નો મીન્સ નો’ નામની ફિલ્મમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *