સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરમાં થતી વિવિધ પ્રવૃત્તિઓની સાથે-સાથે વિવિધ દેશોની સંસ્કૃતિ, પહેરવેશ, શૈલી અને ભોજન વિશે પણ માહિતી મળે છે. આમાંથી કેટલાક વીડિયો એવા પણ છે કે મોટાભાગના લોકોએ તેમના વિશે ન તો કંઈ સાંભળ્યું છે અને ન તો જોયું છે. આવા રસપ્રદ વીડિયો કેટલીકવાર યુઝર્સમાં ભારે હોબાળો મચાવે છે. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને જ લઈ લો, જેમાં એક મહિલા ખાવાની કોઈ વસ્તુ બનાવી રહી છે, પરંતુ તે જ સમયે તે તેના મોંમાં પીણું ભરીને તે જ વાસણમાં ફરીથી થૂંકી રહી છે. હા, તમે સાચું સાંભળ્યું છે…આ વિડિયો કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિચિત્ર વિડિયોમાં એક મહિલા કોઈ પ્રકારનું ડ્રિંક તૈયાર કરતી, વચ્ચે વચ્ચે ડ્રિંક પીતી અને પછી પીણું તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણમાં થૂંકતી જોવા મળે છે. આ સમગ્ર દ્રશ્યે લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
આ વિડિયો જોયા બાદ ઘણા યુઝર્સે કહ્યું છે કે આ મહિલા આવી રીતે બીજી મહામારી શરૂ કરશે. કેટલાક યુઝર્સે માહિતી આપી છે કે આ મહિલા લેટિન અમેરિકન બીયર ‘ચીચા’ બનાવી રહી છે. વાયરલ વીડિયોમાં આ મહિલા એક વાસણમાં થૂંકતી દેખાઈ રહી છે, જે એક પ્રકારનો દારૂ બનાવી રહી છે. નેટીઝન્સે આ ડ્રિંકને ચિચા કહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર mixfood_hunter નામની આઈડીથી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે અને તેઓએ આવા કોઈપણ પીણા કે રસોઈ પ્રક્રિયાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.