પઠાણ ની ભવ્ય સફળતા અંગે શું કહ્યું સ્ટાર કાસ્ટ એ? શાહરુખ ખાન બોલી ઉઠ્યો કે મેં…

0

પઠાણ ની ભવ્ય સફળતા અંગે શું કહ્યું સ્ટાર કાસ્ટ એ? શાહરુખ ખાન બોલી ઉઠ્યો કે મેં…,શાહરુખ ખાનની ‘પઠાન’એ રિલીઝના પાંચ દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મની સફળતાથી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ઘણા જ ખુશ છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ અંગે વાત કરી હતી.શાહરુખ ખાને ચાહકોનો આભાર માન્યો છે. શાહરુખ ખાનને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તેણે ચાર વર્ષમાં શું કર્યું? એક્ટરે જવાબ આપ્યો હતો કે તેના માટે પણ કોરોનાકાળ ઘણો જ મુશ્કેલ રહ્યો હતો.

તે ઘરમાં જ હતો. સૌથી સાર વાત એ હતી કે તેણે બાળકોને મોટા થતાં જોયા.શાહરુખે કો-સ્ટાર્સ દીપિકા તથા જ્હોનના વખાણ કર્યા હતા. શાહરુખે કહ્યું હતું કે તે લાંબા સમયથી જ્હોનને ઓળખે છે, પરંતુ તેને આ ફિલ્મથી પહેલીવાર સાથે કામ કરવાની તક મળી.

જ્હોનને તે ઘણો જ પ્રેમ કરે છે. મજાકમાં એક્ટરે કહ્યું હતું કે ફિલ્મના એકાદ-બે સીન્સમાં તે જ્હોનને કિસ પણ કરવાનો હતો અને આ એકતરફી પ્રેમ નથી. જ્હોન પણ તેને કિસ કરવાનો હતો.શાહરુખને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે પહેલાં કેમ મીડિયા સાથે વાત ના કરી તો એક્ટરે ચોખવટ કરતા કહ્યું હતું કે ફિલ્મનું ઘણું કામ બાકી હતું અને ટીમ તથા ક્રૂ તેમાં ફસાયેલી હતી.

આ જ કારણે મીડિયા સાથે વાત નાક રી. તેના માટે સિનેમા, મીડિયા, રેડિયો, ટીવી કે પછી સો.મીડિયા બધા એક જ ટીમના છે અને ફિલ્મનો સપોર્ટ કરવા બદલ તે તમામે તમામનો આભાર માને છે.દીપિકા પાદુકોણે કહ્યું હતું કે તેઓ રેકોર્ડ બનાવવા માગતા હતા, પરંતુ તેઓ એક સારી ફિલ્મ બનાવવા ઈચ્છે છે. શાહરુખ ખાને તેને પહેલી ફિલ્મમાં આ વાત શીખવી હતી.

તેણે કહ્યું હતું કે તને જે ખુશ રાખે તે વ્યક્તિઓ સાથે તારે કામ કરવું જોઈએ. કમાલના વાતાવરણમાં કામ કર્યું અને તેથી જ ચાહકોને આ ફિલ્મ ગમી.વધુમાં દીપિકાએ કહ્યું હતું, ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઇ એક્સપ્રેસ’ કે પછી ‘પઠાન’ હોય, અમારા સંબંધો ફિલ્મને ખાસ બનાવે છે. જો શાહરુખ ખાન અને તેનું વિઝન ના હોત તો હું આજે અહીંયા ના હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed