ભારત સ્પોર્ટ્સ

એકાએક સેન્ચુરી બાદ ટીમ ઇન્ડિયા માટે ખુલ્યા નસીબ, ભારતને મળ્યો નવો સચીન, ભારત માટે છે રન મશીન

એકાએક સેન્ચુરી બાદ ટીમ ઇન્ડિયા માટે ખુલ્યા નસીબ, ભારતને મળ્યો નવો સચીન, ભારત માટે છે રન મશીન,ભારતીય ટીમની નવી રન મશીન શુભમન ગિલે પોતાની નાની વન-ડે કારકિર્દીમાં ત્રીજી સદી ફટકારી છે.

ન્યુઝીલેન્ડ સામે હોલકર સ્ટેડિયમમાં શુભમન ગિલે 72 બોલમાં સદી પૂરી કરી, પરંતુ મોટો શૉટ રમવાના ચક્કરમાં 28મી ઓવરમાં તેઓ આઉટ થયા અને 78 બોલમાં 112 રન બનાવી આઉટ થયા.

શુભમનની પાસે આજે પણ બેવડી સદી બનાવવાની તક હતી, પરંતુ ઉતાવળ ભારે પડી ગઇ. શુભમનની આ ઈનિંગને જોઇને સચિન તેંડુલકરની યાદ આવી ગઇ. 23 વર્ષના શુભમન આ અંદાજમાં સ્ટ્રેટ ડ્રાઈવ, કવર ડ્રાઈવ અને પંચ લગાવે છે, જેમ સચિન મારતા હતા.

આજે ગિલના નામથી બોલર એમ પણ દહેશતમાં આવી જાય છે, જેમકે ક્યારેક સચિનનો જલવો હતો. આ સાથે 2003ના વર્લ્ડ કપમાં સચિને જે રીતે પાકિસ્તાનની સામે અપર કટ લગાવ્યો હતો.

શુભમનની આજની ઈનિંગમાં પણ એવો જ કમાલ જોવા મળ્યો. જ્યારે ફર્ગ્યૂસને આઠમી ઓવરના પાંચમા બોલમાં એવો જ છગ્ગો ફટકાર્યો. ખુદ કેપ્ટન રોહિત શર્મા પણ આ શૉટને જોઇને ચોંકી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *