વનડે માં કેપટન શર્મા નો મોટો રેકોર્ડ, ડિવિલિયર્સને પણ પછાડી મુક્યો – જાણીને ગર્વ કરશો,ભારત અને શ્રીલંકાની વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં યોજાઈ.
જેમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રનના મામલામાં હવે તે ટોપ ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. અને તેણે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો છે.
રોહિતે હવે ઝડપથી 10,000 રન બનાવવા તરફ ગતિ વધારી દીધી છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાની યાદીમાં તે 17મા નંબરે આવી ગયો છે.
રોહિત શર્માએ શ્રીલંકા સામે 9577 રનના આંકડાને પાર કરી લીધો અને હવે તે આગળ વધી રહ્યો છે.જો હાલના સમયમાં એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી જ તેનાથી આગળ છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાની યાદીમાં જે પણ બેટ્સમેન છે તેમાંથી મોટાભાગનાએ નિવૃતિ લઈ લીધી છે. માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્મા જ એવા ખેલાડી છે જે ટોપ-20માં એક્ટિવ પ્લેયર્સ છે.વનડે માં કેપટન શર્મા નો મોટો રેકોર્ડ, ડિવિલિયર્સને પણ પછાડી મુક્યો – જાણીને ગર્વ કરશો