ખજુરભાઈ ની આ લગ્નની જોડી બનાવવામાં ગામડાંનાં અંધ માજી બન્યા નિમિત…જાણો અહીંગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ‘ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે.
હવે નીતિન જાની વિશે રસપ્રદ પર્સનલ અપડેટ આવી છે. સૌના પ્રિય ખજૂરભાઈ યાને કે નીતિન જાની ઘોડે ચડવાના છે. તેમણે ગયા મહિને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી હતી. ‘પહેલી વાર નીતિન જાનીને ચાહક તરીકે મળેલી’ મીનાક્ષી દવેને જ્યારે પૂછવામાં આવ્યું કે નીતિન જાની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા તો તેમણે જણાવ્યું હતું, ‘હું અને મારો પરિવાર નીતિન જાનીને તેમના વીડિયોના માધ્યમથી ઓળખતા હતા.
નીતિન જાની પોતાનાં સેવાકાર્યોના કામ અર્થે મારા દોલતી ગામે આવ્યા હતા. અહીંયા પણ તેમણે મકાનો બનાવ્યાં છે. પહેલી જ વાર જ્યારે નીતિન જાની મારા ગામે અંધ દાદીમા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મેં પહેલી જ વાર તેમને જોયા હતા.
આમ તો હું તે સમયે અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ કેટલાંક કામસર હું મારા ગામડે આવી હતી.દાદીમાના ઘરની આસપાસ મારા કાકા રહેતા હતા. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી છે અને તેમને હું ચાહક તરીકે જ પહેલી વાર મળી હતી અને મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.’ ‘મીનાક્ષીને જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈ થયું નહોતું’ નીતિન જાનીને જ્યારે મીનાક્ષી દવે સાથેની પહેલી મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું, ‘2021માં હું દોલતી ગામ અંધ રાજીમાનું ઘર બનાવવા આવ્યો હતો.
અહીંયા મેં પહેલી જ વાર મીનાક્ષીને જોઈ હતી. મીનાક્ષીને જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈ જ થયું નહોતું. હું તો દાદીમાની હાલત જોઈને દુઃખી થઈ ગયો હતો.બે ઘડી માટે તો મને ખ્યાલ જ નહોતો આવતો કે હું મારા દુઃખને કેવી રીતે વ્યક્ત કરું. થોડી ક્ષણો બાદ આખા ગામે મારી સાથે ફોટો પડાવ્યા હતા અને તેમાંથી મીનાક્ષી પણ એક હતી.’ ‘મંદિરે દર્શન કરવા ગયા ને પહેલી વાર બંને પરિવાર મળ્યા’ મીનાક્ષી દવેએ આ વાતને આગળ વધારતાં કહ્યું હતું, ‘થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે.
અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે હું પણ મારા પરિવાર સાથે ગઈ હતી. આ દરમિયાન મારો ને તેમનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા.નીતિન જાનીને મીનાક્ષીની કઈ વાત ગમી તે અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે પોતાના સાસરિયાનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘મીનાક્ષીનો પરિવાર ઘણો જ એટલે ઘણો જ ધાર્મિક છે.
તેઓ ઘરમાં દર મહિને ત્રણેકવાર તો સત્યનારાયણની કથા કરાવે છે અને જાતે વાંચે છે. પરિવાર ગાયને રોટલી નાખ્યા બાદ જ જમે છે. વાત જો મીનાક્ષીની કરવામાં આવે તો મને તેની એક ક્વૉલિટી સૌથી વધારે ગમે છે. એ છે કે આટલી મોટી ડિગ્રી ને એજ્યુકેટેડ ને કેડિલામાં નોકરી કરી હોવા છતાં મહિનામાં જાતે સત્યનારાયણની કથા વાંચે છે, સવારે ઊઠીને ગાયને રોટલી ખવડાવે છે.
બપોરે ગાયને જમાડીને જ જમતી હોય છે. મીનાક્ષી જ્યારે કેડિલામાં જોબ કરતી તો ત્યાં મોર્નિંગમાં જાય પછી સાંજે જ બહાર નીકળવાનું હોય. તે બપોરે 12 વાગ્યે લંચ કરત તો ટિફિનમાં ગાયની રોટલી અચૂક લઈ જતી અને સાંજે ઘરે જતી વખતે બસમાંથી ઊતરીને સૌ પહેલાં ગાયને રોટલી ખવડાવે અને પછી જ ઘરે જાય. ભણેલી-ગણેલી છોકરીમાં આવી બાબત બહુ ઓછી જોવા મળે અને મને તેની આ વાત સૌથી વધારે ગમી.’