27 વર્ષના જમાઈ અને 40 વર્ષના સાસુની આ છે અનોખી અને ન સાંભળેલી પ્રેમ કહાની, સસરાને પડતા મૂકી ભાગી ગયા,રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની સામે આવી છે.
એક 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈના પ્રેમમાં પડી હતી. જ્યારે પ્રેમ ખીલ્યો ત્યારે સાસુ અને જમાઈ બંને ઘરેથી ભાગી ગયા. પ્રેમિકા સાસુ સાથે ફરાર પ્રેમી જમાઈએ પહેલા સસરાની સાથે દારૂ પાર્ટી કરીને તેમને નશામાં ચૂર કરી દીધા હતા.
સસરા જ્યારે હોશમાં આવ્યા ત્યારે પત્ની અને જમાઈની હરકત સાંભળીને ચોંકી ગયા હતા. હવે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પોલીસે ફરાર જમાઇ અને પત્નીની શોધખોળ શરૂ કરી છે.
આ ચર્ચાસ્પદ કિસ્સો સિરોહી જિલ્લાનાં અનાદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.લગ્ન પછી તેની દીકરી અને જમાઈની ઘરમાં અવરજવર રહેતી હતી. 30 સપ્ટેમ્બરનાં રોજ જમાઈ સાસરે આવ્યો હતો.
આ દરમિયાન તેણે નારાયણ સાથે દારૂ પાર્ટી કરી હતી. આ પાર્ટીનો ફાયદો લઇને જમાઈ પોતાના સાસુને લઇને જ ભાગી ગયો. નોંધાયેલા રિપોર્ટ પ્રમાણે, સસરા સાથે નારાયણે દારૂ પાર્ટી કરી હતી.
સસરો જ્યારે નશામાં ચૂર થયો ત્યારે તે સાસુને લઇને ભાગી ગયો.રમેશ જ્યારે સાંજે ચાર કલાકે ઉંઘમાંથી ઉઠ્યો ત્યારે જોયું કે, તેમની પત્ની અને જમાઇ ઘરમાં નથી. રમેશે તે બંનેની શોધખોળ કરી પરંતુ બંને મળ્યાં નહીં.
રમેશની દીકરી પોતાના સાસરે હતી. જેથી સસરાને આખી વાતની જાણ થઇ ગઇ. જે બાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.અનાદરા પોલીસ સ્ટેશનનાં અધિકારીએ જણાવ્યુ કે, જમાઇ સાસુને લઇને ભાગી ગયો હોય તેવા રિપોર્ટ મળ્યાં છે.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ફરાર સાસુની ત્રણ દીકરી અને એક દીકરો છે. ચારેવ લોકોના લગ્ન થયેલા છે. જમાઈ પોતાની સાસુ સાથે તેની એક વર્ષની દીકરીને પણ લઇને ભાગી ગયો છે.27 વર્ષના જમાઈ અને 40 વર્ષના સાસુની આ છે અનોખી અને ન સાંભળેલી પ્રેમ કહાની, સસરાને પડતા મૂકી ભાગી ગયા