દિગગજ ખેલાડી હાર્દિક પંડ્યા એ કહ્યા એવા પાંચ ખેલાડીઓના નામ જેની કમી ભારતીય ટીમને સૌથી વધુ જણાશે,ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એટલે કે 3 જાન્યુઆરીએ T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે.
આ સીરિઝમાં BCCIએ કડક નિર્ણય લેતા તમામ સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. આવી સ્થિતિમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે આ સિરીઝમાં તે સૌથી વધુ શું મિસ કરશે.
‘સ્વાભાવિક છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ હવે પરિસ્થિતિ શું છે તે બધા જાણે છે. જો ઋષભ પંત ટીમમાં હોત તો ઘણો ફરક પડત. તેની ગેરહાજરી એવી છે જે આપણે નિયંત્રિત કરી શકતા નથી.
‘જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેના પર કોઈનું નિયંત્રણ નહોતું અને એક ટીમ તરીકે અમે તેને (પંત) ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈચ્છા કરીએ છીએ. અમારી પ્રાર્થના હંમેશા તેની સાથે છે. અમે ઈચ્છીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.
દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે ઋષભ પંતની કારને થયો મોટો અકસ્માત, હમ્મદપુર લેક પાસે રૂરકીની નરસાન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો, ઋષભને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલથી દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે કહ્યું કે તેની સારવાર થઈ રહી છે. માત્ર દેહરાદૂનમાં અને હવે તે ખતરાની બહાર છે.