કૉંગ્રેસ નો આ ગઢ આજ સુધી કોઈ પણ ભેદી નથી શક્યું, નઈ ભાજપ કે નઈ બીજું કોઈ, શું હવે આવશે પરિવર્તન?,ગુજરાતમાં કોંગ્રેસની ઘણી પરંપરાગત બેઠકો છે, જ્યાં ઉમેદવાર કોઈ પણ હોય જીતે તો કોંગ્રેસ જ એવી જ એક બેઠક એટલે ઠાસરા-ડાકોર વિધાનસભાની છે.
અત્યાર સુધી આ બેઠક કોંગ્રેસ માત્ર એક જ વખત હાર્યુ છે. ભાજપે આ કોગ્રેસના ગઢને હજુ સુધી ભેદી શક્યુ નથી. ભાજપનો હિન્દુત્વનો મુદ્દો ડાકોરમાં લાગુ પડતો નથી. વર્ષોથી ડાકોર-ઠાસરા વિધાનસભા બેઠક પર કોંગ્રસનું શાસન રહ્યુ છે. તે પાછળ અનેક કારણો છે માત્ર એક જ વખત આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.
ડાકોર-ઠાસરાનું રાજકીય ગણિત઼માં ડાકોર-ઠાસરામાં ઓબિસી અને લઘુમતી મતદારોનું પ્રભુત્વ વધુ છે. આ બેઠક પર 2002માં ભાજપના ભગવાનસિંહ ચૌહાણની જીત થઈ હતી. 2002ને બાદ કરતા રામસિંહ પરમારની જીત થઈ હતી.
2017માં રામસિંહ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને 2017માં કોગ્રેસના કાંતિ પરમારની ભવ્ય જીત થઈ હતી. ભલે 1980થી કોંગ્રેસ ઠાસરા-ડાકોર વિધાનસભાથી જીતતી હોય ભલે ડાકોરયાત્રા ધામ હોય પરંતુ સ્થાનિકોના પ્રશ્નો ઠેરના ઠેર છે.
જે પ્રમાણે યાત્રાધામ પાવાગઢ, દ્વારકા અને અંબાજીનો વિકાસ થયો તે પ્રમાણે યાત્રાધામ ડાકોરનો વિકાસ થયો નથી તેવુ સ્થાનિકોનું કહેવુ છે.આ ચૂંટણીમાં કોંગ્રેસે કાંતિ પરમારને રિપિટ કર્યા છે. જ્યારે ભાજપે 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા રામસિંહ પરમારના પુત્ર યોગન્દ્ર પરમારને ટિકિટ આપી છે. રામસિંહ પરમાર આ બેઠક પરથી અગાઉ જીતતા હતા. પરંતુ તેમણે 2017માં પક્ષપલ્ટો કર્યો અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા.
ભાજપે તેમને 2017માં ટિકિટ આપી અને તેઓ હાર્યા હતા. રામસિંહ પરમાર એક વખત ડાકોર મંદિરમાં નોકરી કરતા હતા. 1980માં રાજનીતિમાં તેમણે રાજનીતિમાં પગ મુક્યો અને 2002 સિવાય તમામ ચૂંટણી તેમણે કોંગ્રેસમાંથી જીતી હતી. ભાજપમાં આવ્યા બાદ તે 2017માં હાર્યા આ વખતે ભાજપે તેમના પૂત્ર યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.