તારક મહેતા ના સૌથી લોક-લાડીલા કિરદાર એવા બબીતાજીનું થયું એક્સિડન્ટ, પોસ્ટ શેર કરીને દેખાડ્યો હાલ-જુઓ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી મોટો અને હિટ શો છે. શોના દરેક પાત્રને ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે.
શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેકનો ફેવરિટ છે. શોમાં જોવા મળેલી ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતા પાત્રો ચાહકોને ખૂબ જ પસંદ છે. પરંતુ હવે નવા અહેવાલોએ શોના ચાહકોને પરેશાન કરી દીધા છે.
હાલ મળતી જાણકારી અનુસાર શો ના એક ફેવરેટ પાત્ર બબીતાજી તે એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાનું અકસ્માત થયું છે. જણાવી દઈએ કે આ દિવસોમાં મુનમુન જર્મનીમાં એન્જોય કરી રહી હતી અને એ દરમિયાન એમનું અકસ્માત થયો હતો.
જો કે આ જાણકારી મુનમુન દત્તા એ પોતે આપી હતી. જણાવી દઈએ કે મુનમુન દત્તાને જર્મનીમાં એક નાનો અકસ્માત થયો છે અને એમને પોતે ઈન્સ્ટાગ્રામની મદદથી ફેન્સને આ સમાચાર આપ્યા છે.
ટ્રાવેલ લવર મુનમુન દત્તાએ લગભગ એક અઠવાડિયા પહેલા તેની યુરોપ ટ્રીપ શરૂ કરી હતી અને તે હાલમાં જ સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીની મુલાકાતે ગઈ હતી પરંતુ કમનસીબે અભિનેત્રી જર્મનીમાં અકસ્માતનો ભોગ બની હતી.