રવિવારના રોજ મોરબીમાં બનેલી પુલ દુર્ઘટનામાં 135 કરતા પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં અનેક પરિવારો દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. સમગ્ર ઘટના બન્યા બાદ ગુજરાતના લોકોએ ભીની આંખે આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે અનેક જગ્યાઓ પર રહેલી ઓ નું આયોજન કરવામાં પણ આવ્યું હતું. આ ઘટનામાં ભોગ બનેલા લોકોને ન્યાય મળશે કે નહીં તેની વિશે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. આ વાતની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહી છે. આ ઘટનાને લઈને અનેક પ્રકારના દાવાઓ પણ સામે આવ્યા છે.
એવું કહેવામાં આવ્યું હતું કે તંત્રની બેદરકારીને કારણે 400 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. ત્યારે એક નાનકડા એવા બાળકે સંવેદનશીલ ઘટનાને લઈને પોતાનો આક્રોસ વ્યક્ત કર્યો છે. જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક “કાંઈક તો થઈ છે કટકી…”
આ શબ્દો બોલ તો જોવા મળી રહ્યો છે. આ શબ્દ બોલીને નાનકડે એવો બાળક લોકોને વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કરે છે. નાનકડો એવો બાળક કહી રહ્યો છે કે…, વર્ષો જૂનો પુલ હતો એ આમ ન જાય કાંઈ બટકી…, કાંઈક તો થઈ છે કટકી.., જાજા ડૂબીયા, થોડા બચ્યા, થોડા વચ્ચે રહ્યા લટકી…, કાંઈક તો થઈ છે કટકી…
હાલમાં આ નાનકડા એવા બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ નાનકડે એવો બાળક કાંઈક તો થાય છે કટકી શબ્દ વાપરીને લોકોને ઘણી બધી વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઘટનાને લઈને પોલીસે નવ લોકોને ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. શું આ ઘટનાના આરોપીઓને સજા મળશે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.