મોરબી પુલ તૂટ્યા પહેલાનો દુર્લભ વિડિયો આવ્યો સામે , જેમાં અમુક અસામાજિક તત્વો પુલને લાત મારતા દેખાઈ રહ્યા છે…

0

મોરબી પુલ તૂટ્યા પહેલાનો દુર્લભ વિડિયો આવ્યો સામે , જેમાં અમુક અસામાજિક તત્વો પુલને લાત મારતા દેખાઈ રહ્યા છે…,મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. સોશિયલ મીડિયામાં સરકાર પર સવાલો ઊઠે એ પહેલાં જ ગાંધીનગરમાં બેઠેલા ભાજપના મીડિયા સેલના કેટલાક લોકોએ જૂનો વીડિયો વાઇરલ કરીને સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે.

વાઇરલ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે મોરબીના ઝૂલતા પુલ પર લોકો મોજ કરી રહ્યા છે અને કેટલાક યુવાનો પણ મસ્તીએ ચડ્યા છે. ભાજપના મીડિયા સેલે ગુજરાતી અને નેશનલ મીડિયાને આ વીડિયો શેર કર્યો અને વાઇરલ કર્યો. નીચે લખ્યું – ”મોરબી મેં પુલ દુર્ઘટનાગ્રસ્ત હોને સે થોડી મિનટ પહલે કા વીડિયો. કઈ યુવા બ્રિજ પર મસ્તી કરતે દિખે.”

ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ઈન્ચાર્જ પ્રીતિ ગાંધીએ પણ આ વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે લખ્યું છે કે- આ ભયાનક છે! મોરબીબ્રિજ તૂટી પડતાં પહેલાં તેના કેબલને લાત મારતા યુવાનોનું ટોળું કેમેરામાં કેદ થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ પણ તેની પુષ્ટિ કરી છે.

હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે આ બાબતની તપાસ સુનિશ્ચિત કરે. થોડા દિવસો પહેલાં એક ટ્વિટ કર્યું હતું જેમાં રાહુલ ગાંધી એક્ટ્રેસ પૂનમ કૌરનો હાથ પકડીને ચાલી રહ્યા છે. આ ટ્વિટ પછી પ્રીતિ ગાંધી ટ્રોલ થયા હતા.

ભાજપના મીડિયા સેલના કેટલાક લોકોએ આ વીડિયો વાઇરલ કરીને સરકારના બચાવનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો દ્વારા ભાજપ એવું સાબિત કરવા માગે છે કે પુલ પર ભારે ભીડ હતી અને કેટલાક યુવાનો તોફાન-મસ્તી કરતા હતા, એટલે બ્રિજ તૂટ્યો.

ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બની. સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં, આક્રંદ હતો, મોરબી સ્તબ્ધ હતું, આ સમયે ગાંધીનગર ભાજપ મીડિયા સેલમાંથી રાજનીતિ થઈ રહી હતી.
વીડિયો જૂનો હોવાની વાત

વીડિયો વાઇરલ કરાયા બાદ અનેક લોકોએ વીડિયોનું નિરીક્ષણ કર્યું. એમાં એક વાત સામે આવી કે ઝૂલતા પુલની નીચે મચ્છુ નદીમાં પાણી નથી. જ્યારે ગઈકાલે પુલ તૂટ્યો ત્યારે નીચે પાણી હતું, એટલે જૂના વીડિયોને થોડી મિનિટો પહેલાંનો બતાવીને વાઇરલ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed