રણવીર કપૂર હવે આઇટમ સોંગ કરશે , 11 વર્ષ પહેલાં કર્યું હતું આઇટમ સોંગ હવે આલિયાને કારણે ફરી કરશે…જુઓ અહી

0

રણવીર કપૂર હવે આઇટમ સોંગ કરશે , 11 વર્ષ પહેલાં કર્યું હતું આઇટમ સોંગ હવે આલિયાને કારણે ફરી કરશે…જુઓ અહી,રણબીર કપૂર નવેમ્બરના એન્ડ સુધીમાં પિતા બનવાનો છે. આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે રણબીર કપૂર આઇટમ સોંગમાં જોવા મળશે.

રણબીર કપૂર કોરિયોગ્રાફર બોસ્કો-માર્ટિસની ફિલ્મ ‘રોકેટ ગેંગ’માં આઇટમ નંબર કરશે. આ ફિલ્મમાં આદિત્ય સીલ તથા નિકિતા દત્તા લીડ રોલમાં છે. આ ફિલ્મ 11 નવેમ્બરના રોજ રિલીઝ થશે.ફિલ્મમાં આદિત્ય સીલ હીરો છે.

આદિત્યે આલિયા ભટ્ટની ખાસ ફ્રેન્ડ અનુષ્કા રંજન સાથે લગ્ન કર્યા છે. ચાહકો એવું માની રહ્યાં છે કે રણબીરે પત્ની આલિયા ને અનુષ્કાને રાજી રાખવા માટે આઇટમ બોય બનવાનું નક્કી કર્યું છે. જોકે, ઘણાં એવું પણ માની રહ્યા છે કે રણબીરના કોરિયોગ્રાફર બોસ્કો-માર્ટિસ સાથે સારા સંબંધો છે અને તેણે આ રિલેશનને કારણે જ આઇટમ સોંગ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર છે. આ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ જ છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બોસ્કો માર્ટિસ તથા રણબીર વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી.

રણબીરે 2011માં સલમાન ખાનની ફિલ્મ ‘ચિલ્લર પાર્ટી’માં આઇટમ સોંગ ‘ટાંય ટાંય ફિસ્સ’ કર્યું હતું. આ ગીતમાં તે બાળકો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે 11 વર્ષ બાદ રણબીર આઇટમ ડાન્સ સોંગ કરતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed