મોરબીની દુર્ઘટનામાં ઓળખ થયેલ 132 લોકોના નામ સહિત યાદી , આ યાદી મૃત્યુ પામનારા લોકોની છે…જુઓ અહી,રવિવારનો દિવસ મોરબી જિલ્લા માટે દુઃખદ સમાચાર લઈને આવ્યો. લોકો રાજીખુશી પોતાના પરિવાર અને સ્વજનો સાથે અહીંના ઈતિહાસ એવા ઝૂલતા પુલની સફરે આવ્યાં હતાં. પણ કોણ જાણે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
અચાનક પુલ તૂટી પડ્યો અને જોતજોતામાં પુલ પરથી એકબાદ એક અનેક લોકો ટપોટપ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનામાં તંત્રએ આપેલાં મોતના આંકડા કરતા મૃત્યુઆંક વધારે હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા સત્તાવાર રીતે 132 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.