બૉલીવુડ

કંગના રણાવત રાજનીતિમાં ઉતરવા માટે તૈયાર , આ જગ્યાએથી ચૂંટણી લડવા આવી શકે…જુઓ અહી

અભિનેત્રીએ દરેકવાર પોતાના પોલિટિકલ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક અને દેશની સમસ્યાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. બોલીવુડની આ બેબાક અભિનેત્રી હવે જલદી પોતે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે.

બોલીવુડ અભિનેત્રી કંગના રણાવત રાજકીય મુદ્દાઓ પર પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણિતી છે. અભિનેત્રીએ દરેકવાર પોતાના પોલિટિકલ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક અને દેશની સમસ્યાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. બોલીવુડની આ બેબાક અભિનેત્રી હવે જલદી પોતે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે.

કંગના રણાવતે એક ચેનલના કાર્યક્રમમાં પોતાના રાજકીય કેરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. હિમાચલ પ્રદેશમાં પંચાયત ચૂંટણી યોજાવવાની છે. તેને લઇને યોજાયેલા કાર્યક્રમમાં કંગના રણાવતે પણ ભાગ લેવા પહોંચી હતી. હિમાચલ કંગના રણાવતનું હોમટાઉન છે.

રાજ્યમાં ચૂંટણી હોવાની છે અને આ દરમિયાન કંગના રણાવતે જાહેરાત કરી છે કે તે હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે જનતા જે ઇચ્છે છે અને ભારતીય જનતા પાર્ટી તેમને ટિકીટ આપે છે તો તે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

કંગનાએ કહ્યું કે ‘હું રાજકીય પરિવારમાંથી આવું છું. મારા પિતાજી પણ રાજકારણમાં હતા. અમારી જે પણ સિસ્ટમ રહી છે, મારા પિતાએ બધી વસ્તુઓ કોંગ્રેસના માધ્યમથી કરી હતી. પરંતુ 2014 માં જ્યારે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીની સરકાર બની તો અચાનક ટ્રાંસર્ફોમેશન થયું. મારા પિતાએ પહેલીવાર મને પીએમ વિશે જણાવ્યું અને 2014 માં અમે ઓફિશિયલ કોંગ્રેસમાંથી ભાજપમાં કંવર્ટ થઇ ગયા.

રાજકારણમાં આવવાની યોજના પર કંગના રણાવતે કહ્યું કે ‘પરિસ્થિતિ અનુસાર જો ભાજપ સરકાર મારી ભાગીદારીને ઇચ્છશે તો હું તમામ પ્રકારની ભાગીદારી માટે તૈયાર છું. સારું રહેશે જો હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે. તો નિશ્વિતરૂપથી, આ સૌભાગ્યની વાત રહેશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *