ગેહલોતે ખૂબ મોટી ટિપ્પણી કરી નાખી , ન કહેવાનું કહી દીધું કહ્યું ‘ ધારાસભ્યો બકરા મંડીની જેમ વેચાય છે,તેમની કિંમત થાય છે…’,સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા.
જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર વખતે પોતાની જ સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ હોવાની વાતો કરીને કોંગ્રેસીઓને સ્તબ્ધ કરી દીધા હતા. ગેહલોતે એમ પણ કહ્યું કે, ધારાસભ્યો બકરા મંડીની માફક વેચાય છે.
તેમની કિંમત કરવામાં આવે છે અને ખરીદવામાં આવે છે.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સભા સંબોધી હતી. સભા દરમિયાન તેઓએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાને લઈને પણ નિશાન તાક્યા હતા.
તેઓએ કહ્યુ હતુ કે, તેમને એજન્સીઓની ધાક બતાવાઈ હશે. જેથી તેઓ કોંગ્રેસ છોડી જોડાઈ ગયા હશે. ગેહલોતે જોકે આ દરમિયાન ધારાસભ્યોને બકરા મંડીની માફક લે વેચ કરવામાં આવતા હોવાની વાત કહી હતી. તેઓ કહ્યુ કે, ધારાસભ્યો કરોડોમાં વેચાય છે અને એક બાદ એક રાજ્યોની સરકાર તૂટી છે.
રાજસ્થાનની તાજેતરમાં સર્જાયેલી સ્થિતીની યાદ તાજી કરવાતા ગેહલોતે કહ્યુ હું પણ અહીં તમારી સામે ના ઉભો હોત. આમ કહી તેઓએ સરકાર તેમની તૂટવાના અને બદલાવની સ્થિતીને યાદ કરાવી લીધી હતી. આમ ગુજરાતમાં સરકાર બનાવવાની આશાએ પ્રચાર કરી રહેલા અશોક ગેહલોતે પોતાની જ આપવીતી રજૂ કરી દીધી હતી.