રાજસ્થાન (Rajasthan) માં રાજસમંદ (Rajsamand) ના નાથદ્રારા (Nathdwara) માં આજે (શનિવારે) ભગવાન શિવની 369 ફૂટ ઉંચી પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’ નું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ભગવાન શિવની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા (Lord Shiva Highest Statue) નું લોકાર્પણ કરશે.
રાજસ્થાનના રાજસમંદમાં ભગવાન શિવની 369 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરનાર તત પદમ સંસ્થાના ટ્રસ્ટી અને મિરજ ગ્રુપમા અધ્યક્ષ મદન પાલીવાલે જણાવ્યું હતું કે પ્રતિમાના લોકાર્પણ બાદ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી સતત 9 દિવસ સુધી અહીં ધાર્મિક, આદ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આ દરમિયાન મોરારીબાપુ રામ કથાના પાઠ પણ કરશે.
તમને જણાવી દઇએ કે 51 વિઘામાં પહાડ પર બનેલી ભગવાન શિવની 369 ફૂટ ઉંચી પ્રતિમાં ધ્યાન અને અલ્લડની મુદ્રામાં છે. દુનિયાની સૌથી ઉંચી શિવ પ્રતિમાની પોતાની એક અલગ જ ખાસિયત છે. 369 ફૂટ ઉંચી આ મૂર્તિ વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા હશે, જેમાં લિફ્ટ, સીડીઓ અને શ્રદ્ધાળુ માટે હોલ બનાવવામાં આવ્યા છે.
દુનિયાની સૌથી ઉંચી ભગવાન શિવની પ્રતિમાની અંદર સૌથી ઉપરના ભાગમાં જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ બનાવવામાં આવી છે. પ્રતિમાના નિર્માણમાં સાડા 4 વર્ષનો સમય અને 300 થી વધુ કારીગરોની મહેનત લાગી છે. તેમાં 300 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યૂબિક ટન ક્રોંકિટ અને રેતનો ઉપયોગ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાથદ્રાર જ્યાં ભગવાન શિવની દુનિયાની સૌથી ઉંચી 369 ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે. તો બીજી તરફ ઉદેપુર શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર છે. મૂર્તિકાર નરેશ કુમાવતે જણાવ્યું કે રાજસમંદ જિલ્લાના નાથદ્રારમાં તત પદમ ઉપવનના મદન પાલીવાલ દ્રારા તેમને મહાદેવની સૌથી ઉંચી પ્રતિમા બનાવવાની તક મળી જે હવે સંપૂર્ણપણે બનીને તૈયાર થઇ ગઇ છે.
મૂર્તિકાર નરેશ કુમાવતે કહ્યું કે મૂર્તિ બનાવવાનું કામ અમારી ત્રીજી પેઢી કરી રહી છે. તેમનું આ કામ લગભગ 65 દેશોમાં ચાલુ છે. જાપાન, કેનેડા, અમેરિકા સહિત ઘણા દેશોમાં નાની મૂર્તિઓ તેમની સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે. મદન પાલીવાલે તેમને એક સ્ટ્રક્ચર તૈયાર કરવા આપ્યું હતું કે આ રીતે પ્રતિમા બનાવવી છે અને તે તેમની આશાઓ પર ખરા ઉતર્યા. આજે આ શિવ પ્રતિમા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય રહી છે.