આગ્રામાં લગ્ન વાચે ચાકુ છૂરી ઉડવા માંડ્યા , 1 નું મોત થયું અને 12 થી વધુ લોકો ઘાયલ દુલ્હનનું પરિવાર થયું ફરાર…,ઉત્તરપ્રદેશના આગ્રામાં લગ્ન સમારોહમાં એક રસગુલ્લાને કારણે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.જાનમાં આવેલા 20 વર્ષના યુવકનું છરીના ઘા ઝીંકતા મોત થયું, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ જાનૈયાઓ લગ્ન કર્યા વિના જ જાન લઈને પરત ફર્યા હતા.
આ ઘટના બુધવારે બની હતી. ખંદૌલીમાં રહેતા વેપારી વકારના બે પુત્રો જાવેદ અને રાશિદના લગ્ન એત્માદપુરમાં રહેતા ઉસ્માનની પુત્રીઓ ઝૈનબ અને સાજિયા સાથે થવાના હતા. જાનૈયાઓને ભોજન આપવામાં આવતું હતું. જ્યાં એક યુવકે વધુ એક રસગુલ્લાની માગણી કરી હતી. કાઉન્ટર પર ઊભેલા યુવકે કહ્યું- દરેકને એક-એક જ મળશે.
ત્યાર બાદ આ મામલે બબાલ થઈ હતી.બબાલથી શરૂ થયેલો મામલો લોહિયાળ બની ગયો. વર અને કન્યા પક્ષના લોકો સામસામે આવી ગયા. ખુરશી, છરી, થાળી, ચમચો, છરી જેને જે કંઈપણ હાથમાં આવ્યું લઈને તૂટી પડ્યા હતા. આ અથડામણમાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
મૃતક સનીના કાકા ઈમરાને જણાવ્યું કે અમે સમયસર જાન લઈને વિનાયક ભવન પહોંચ્યા હતા. જાન પહોંચતાની સાથે જ જમવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. દોઢ કલાકમાં જમ્યા બાદ અડધા લોકો પરત રવાના થઈ ગયા હતા. લગ્નમાં વરરાજાના અમુક ખાસ સંબંધીઓ અને મિત્રો જ રોકાયા હતા.
મૃતક સનીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના કાકાએ આરોપ લગાવ્યો છે કે બદમાશોએ મહિલાઓ સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. તેમજ તેમના દાગીના પણ લૂંટી લેવાયા છે. કેસ નોંધાયા બાદ દુલ્હનનો આખો પરિવાર ફરાર થઈ ગયો છે.
ગ્રામ્ય એસપી સત્યજીત ગુપ્તાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ખંદૌલીના રહેવાસી શાહરૂખ, નિઝામ, શકીલ, જાનુ, રહેમાન, રામિયા સહિત 12થી વધુ લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તકેદારીના ભાગરૂપે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.