ભારત

અમિત કુમારે પહેલાં ઇન્ડિયન આઇડલ શોનો મજાક ઉડાવ્યો હતો , અને ફરી ગેસ્ટ તરીકે આવી ગયા શોમાં લોકોએ ઉડાવી મજાક…

અમિત કુમારે પહેલાં ઇન્ડિયન આઇડલ શોનો મજાક ઉડાવ્યો હતો , અને ફરી ગેસ્ટ તરીકે આવી ગયા શોમાં લોકોએ ઉડાવી મજાક…,સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ ગયા વર્ષે ખાસ્સો વિવાદમાં રહ્યો હતો. આ શોમાં સ્વ. કિશોર કુમારનો દીકરો અમિત કુમાર આવ્યો હતો અને તેણે શો અંગે ઘણાં જ સ્ફોટક ઘટસ્ફોટ કર્યા હતા. હવે અમિત કુમાર ફરી એકવાર આ શોમાં જોવા મળશે.

આ વર્ષે ‘ઇન્ડિયન આઇડલ’માં અમિત કુમાર ફરી એકવાર ગેસ્ટ બનીને આવશે. શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અમિત કુમાર સ્પર્ધકોના ગીતના વખાણ કરે છે. સ્પર્ધક બિદિપતાનું ગીત સાંભળીને અમિત કુમાર ખુશ થઈ જાય છે.

અમિત કુમારને શોમાં જોઈને સો.મીડિયા યુઝર્સને નવાઈ લાગી છે. અનેક યુઝર્સને શોની સચ્ચાઈ પર શંકા છે. અનેક યુઝર્સે શોને બોયકોટ કરવાની માગણી કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે તે આ બધી બનાવટી વસ્તુઓ જોઈને થાકી ગયો છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે અમિત કુમારે જ ગઈ સિઝનમાં વિવાદ ઊભો કર્યો હતો અને હવે તે ફરી શોમાં આવી ગયો.

અનેક યુઝર્સે શોના કોન્સેપ્ટ પર પણ સવાલ કર્યો હતો.ગયા વર્ષે અમિત કુમાર ‘કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ’માં ગેસ્ટ બનીને આવ્યો હતો. શો ઓનએર થયા બાદ અનેક યુઝર્સે સ્પર્ધકોની ગાયિકી પર સવાલ કર્યા હતા.

યુઝર્સે એમ પણ કહ્યું હતું કે સ્પર્ધકોએ કિશોર કુમારના આઇકોનિક સોંગ્સને બહુ જ ખરાબ રીતે ગાયા હતા. અમિત કુમારે મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું હતું કે મેકર્સે તેની પાસે સ્પર્ધકોના જબરજસ્તી વખાણ કરાવ્યા હતા.

તેને આ ગીતો સહેજ પણ ગમ્યા નહોતા. પૈસાને કારણે જ તેણે આ શો કર્યો હતો.કિશોર કુમારનો દીકરો અમિત કુમાર જાણીતો સિંગર, કમ્પોઝર તથા એક્ટર છે. લાઇવ પર્ફોર્મન્સ પર ફોકસ કરવા માટે અમિત કુમારે પ્લેબેક સિંગિંગ છોડી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *